________________
(૪૧૮ )
જૈન મહાભારત.
છાયા પ્રસરી રહી. અને દશે દિશાઓ શૂન્ય થઈ ગઈ. આ વખતે જેના હૃદયમાં દયાના સાગર ઉછળી રહ્યો છે, એવી કુંતી દેવશર્મા પ્રત્યે ખેલી—દ્વિજવય, ચિંતા કરો નહી. આ તમારા બાળપુત્રના મુખમાંથી જે વાણી નીકળી છે, તે સત્ય થશે. એ ક્રૂર રાક્ષસ સ્વયમેવ મૃત્યુ પામી જશે, એમાં કાઇ જાતના સંશય રાખશે નહી. તમારૂં કુટુંબ કુશળ રહેશે. ભદ્ર, મારાજે પાંચ પુત્રા છે, તે બળવાન અને યુદ્ધમાં કુશળ છે. તેઆમાંથી એકને તમારી વતી હું રાક્ષસની પાસે મોકલીશ. મારા બળવાન્ પુત્ર તે રાક્ષસને અવશ્ય મારશે અને માખા નગરને મરણના દુ:ખમાંથી મુક્ત કરશે. ”
કુંતીના આવાં વચન સાંભળી દેવશર્મા હસીને એલ્યેા. 66 માતા, એ જગતૂશત્રુ રાક્ષસ આપણુ બ્રાહ્મણથી હણાય તેવા નથી. તેના ઉગ્ર પરાક્રમની તમને ખબર નથી. તે સૂર્યો સ્ત સમયે આ નગરીમાં આવે છે, તે વખતે જાણે બીજો સૂ ઉદિત થયા હાય, એવા તેના તેજના પ્રભાવ છે. માતા, એવા ઉગ્ર રાક્ષસની પાસે તમારા પુત્રને શામાટે મોકલવા જોઇએ ? ચમના દાસ થવા હુંજ તેની પાસે જઈશ, ’
દેવશર્માનાં આ વચન સાંભળી કુંતી તેને ધીરજ આપી જ્યાં ભીમ હતા, ત્યાં આવી. અને તેની આગળ તેણીએ તે દેવશર્માની કહેલી બધી વાત કહી સંભળાવી. તે સાંભળી ભીમસેન ઉઠી જયાં દેવશર્માનું કુટુંબ બેઠું હતું, ત્યાં આવ્યે ભીમસેને ઉંચે સ્વરે દેવશર્માને કહ્યુ, “ ભાઇ, અમારી