________________
( ૧૨ )
જૈન મહાભારત.
આગળ ચાલ્યા. ત્યાં એક સુંદર વાટિકા લેવામાં આવી. તેની અંદર પ્રવેશ કરતાં એક અતિ વિશાળ અને દિવ્ય આશ્રમ તેના જોવામાં આવ્યેા. તે આશ્રમના આંગણામાં પ્રવેશ કરતાં એક સુંદર રૂપવતી રમણી તેની દૃષ્ટિએ પડી. તે ખાળાનુ શરીર તપસ્યાના પ્રભાવથી કૃશ થઇ ગયુ હતુ. તથાપિ તેનુ સ્વાભાવિક લાવણ્ય ઝળકી રહ્યું હતું. તેણીના શરીર ઉપર કાઇ જાતના શ્રૃંગાર ન હતા, તથાપિ તેણીના સ્વાભાવિક સૌંદય થી તે શ્રૃંગારમય દેખાતી હતી. તે રમણીની પાસે તેણીના સમાન વયની એક સુંદર સખી તેણીની પરિચય કરતી ઉભી હતી. તે રમણીને જોઈ શિકારી શાંતનુને જાણે આ સુંદર અપૂર્વ શિકાર મળ્યા હાય, તેમ તેના મનમાં આનદ ઉત્પન્ન થઇ આવ્યા. તે આશ્રમની અદ્ભુત રચના જોતા જોતા તેણીની પાસે આવ્યે. તપસ્વિ તરૂણીની મિષ્ટ તે રાજાની ઉપર પડી. શાંત અને તેજસ્વી આકૃતિ જોઇ તે અખળા સભ્રમથી બેઠી થઈ, અને તેણીએ તેની આગતાસ્વાગતા કરવા માંડી, અને તેને એક આસન આપી તે ઉપર બેસવાને કહ્યુ. રાજાની મનોરંજક આકૃતિ અને કુલીનતાનુ તેજ જોઇ તે તપસ્વિની માળાના હૃદયમાં સ્વાભાવિક રીતે તેની તરફ પ્રેમ ઉત્પન્ન થયા. રાજાએ આસન સ્વીકાર્યા પછી તે સુંદરી પેાતાના ચેાન્ય આસન ઉપર બેઠી. તે સુ ંદરીનું સુદર વદન જોઈ પ્રેમમગ્ન થયેલા શાંતનુએ વિનયથી પુછ્યું, “ ભદ્રે, પ્રાત:કાળના પ્રફુલ્લિત કમળના જેવુ આ તારૂ સુકા