________________
આશ્રમવાસિની.
. (૧૧) મનુષ્યની ઉપર જે દુરાચાર કે દુવ્યસનની સંતાપકારી છાયા પડે તે તે શીતળ છાયા બદલાઈને સંતાપક છાયા થઈ જાય છે. મહારાજા શાંતનુના સંબંધમાં પણ તેવી રીતે બન્યું હતું. શાંતનુ સર્વરીતે સદ્દગુણું હતું, તે છતાં શિકારના દુર્બસને તેને દુર્ગુણ બનાવી દીધો હતે. એ શિકારના દુર્વ્યસને તેની સત્કીર્તિની સુશોભિત ભીંત ઉપર મષને કુચડે લગાડ હતા.
વાંચનાર, આ શાંતનુના ચરિત્ર ઉપરથી ઉત્તમ બેલ ગ્રહણ કરજે. હમેશાં દુર્વ્યસનથી દૂર રહી તારા માનવજીવનને નિષ્કલંક રાખજે. જેનું જીવન કેઈપણ દુરાચાર કે દુવ્યું સનથી મલિન થયેલું છે, તેનું જીવન મનુષ્ય જીવન નથી પણ પશુ જીવન છે. માનવજીવનરૂપી અમૂલ્ય રત્નને હમેશાં સગુણેના ડાબડામાં રાખી તેની યતના કરવાની છે. કોઈ પણ દુરાચારે કે દુર્વ્યસનરૂપી લુંટારાઓ તે અમૂલ્ય રત્નને હરી, મલિન ન કરે તેને માટે દરેક ભવિ આત્માએ પૂર્ણ સાવધાની રાખવાની છે.
પ્રકરણ ૩ જુ.
આશ્રમવાસિની. મૃગયાના દુર્વ્યસનમાં મગ્ન થયેલે શાંતનુ રાજા પેલા અદશ્ય થઈ ગયેલા હરિણના જેડાને શોધતા શોધતે વનમાં