________________
( ૧૦ )
જૈન મહાભારત
ખાઇના અગાધ જળમાં પેાતાનુ સાંય જોતા હાયની ! તેવા દેખાય છે. તે હસ્તિરાજાના વંશમાં લક્ષાવિવિધ રાજાએ ઉત્પન્ન થયા પછી ઇંદ્રના અવતાર જેવા અનતવીય નામે રાજા થયા હતા. તેને કૃતવય નામે પુત્ર થયા અને તેના પુત્ર સુભૂમ થયા. સુભ્રમ પેાતાના ઉગ્રપુણ્યના પ્રભાવથી ચક્રવત્તી થયા, અને તેણે જમદગ્નિના પુત્ર પરશુરામની સાથે યુદ્ધ કર્યું હતું. તે પછી કેટલાએક મહાવીર નરપતિએ એ કુળમાં થયા હતા. તે પછી અનુક્રમે આ રાજા થયા હતા. શાંતનુ શાંતવૃત્તિવાળા, તેજસ્વી અને પ્રતાપી હતા. જ્યારથી હસ્તિ નાપુરના મયૂરાસન ઉપર એ આરૂઢ થયા, ત્યારથી ભારતવર્ષીની આર્ય પ્રજા સર્વ રીતે સુખી હતી. તેણે અન્યાયના અંકુરાનુ મૂળમાંથી છેદન કરી ન્યાયરૂપ કલ્પવૃક્ષનું સારૂ પાષણ કર્યું હતું. તેના ન્યાયી રાજ્યમાં સ` પ્રજા સ્વધર્મ માં વનારી, ચતુર અને સારાસારને જાણનારી હતી. તે સાથે તે ધર્મ, અર્થ અને કામને નિરાબાધપણે પાળનારી હતી.
રાજા શાંતનુ પવિત્ર, વિવેકી અને નીતિમાન્ હતા, તે છતાં તેને મૃગયા રમવાનું દુર્વ્યસન લાગુ પડયુ હતું. રાજા શાંતનુ સગુણસંપન્ન છતાં શિકારી હાવાથી તેની ધાર્મિક પ્રજા તેને જોઇએ તેવુ' માન આપતી નહતી. મૃગયાના મલીન વ્યસનથી તેના બીજા ઉજવળ શુષ્ણેા આચ્છાદિત થઈ ગયા હતા. મનુષ્ય ગમે તેવા ગુણી હાય, શાંત અને વિવેકી હાય, તથાપિ જો તેનામાં કાઇ પણ દસને પ્રવેશ કર્યો તે તે નિર્ગુણી થઇ જાય છે. સદ્ગુણરૂપી શીતળ છાયામાં એઠેલા