________________
(૪૧૬ )
જૈન મહાભારત.
આવી પાપ બુદ્ધિ દૂર કરો. આ નગરીના સંહારને બદલે તમારે જે કાંઇ સેવા કરાવવાની હાય, તે અમને કહેા. ”
લેાકેાની આવી ઢીન વાણી સાંભળી મકરાક્ષસ ક્ષ્ા~~ “ પુરવાસીએ, તમારા પ્રાણનું રક્ષણ કરવાના માત્ર એકજ ઉપાય છે. જો તમારે મારી કૃપા સંપાદન કરવી હાય તે ભૈરવ નામના અરણ્યમાં મારે માટે એક પ્રાસાદ નિર્માણ કરા અને તેમાં નિત્યે કેટલાએક ઉપહાર સાથે એક મનુષ્યનુ અળિદાન મોકલાવા. જો એમ નહીં કરે તો તમારા વિનાશ થઇ જશે. ” તે રાક્ષસનાં આવાં વચન સાંભળી લેાકાએ તે વાત કબુલ કરી. પછી ભૈરવ નામના અરણ્યમાં એક પ્રાસાદ કરાવ્યા અને તેમાં અકરાક્ષસની મૂત્તિ સ્થાપન કરી. તેમાં પ્રતિદિન મનુષ્યનુ મળિદાન આપવાની ગોઠવણ કરી. હે કુંતી માતા, તે દિવસથી તે અકરાક્ષસને હમેશાં એક મણ ભાત અને એક માણસનુ મળિદાન, વારા પ્રામાણે માકલવામાં આવે છે. આજે તે ક્રૂર રાક્ષસનું અળિદાન થવાના મારા વારં આવ્યા છે. રાજાની આજ્ઞાથી હું આજે અળિદાનરૂપ થઈ ભૈરવવનમાં જવાના છું. આથી આ મારૂં કુટુબ શાકાતુર અની ગયું છે અને તે કુટુંબના વિયેાગથી હું પણ દીલગીર થાઉં છું. હું તે ભયંકર રાક્ષસના ભક્ષ થવા જવાનો છું, એવું ધારી આ મારી પવિત્ર સ્ત્રી મને વારંવાર કહે છે કે, “ સ્વામીનાથ, તમારા વિના મારૂં જીવન શા કામનું છે. અપત્યવાળી છતાં તમારા વિના પરાભવ પામીશ; માટે એ વિદ્યાધરનું અળિદાન થવા મને જવા દે. કુલીન સ્ત્રીના એવા