________________
(૪૧૪).
જૈન મહાભારત બ્રાહ્મણની સ્ત્રી સાવિત્રીની સારી પ્રીતિ મેળવી હતી. જાણે
એકજ કુટુંબના હોય તેવી રીતે તેઓ બધા વર્તતા હતા. દાદર અને ગંગા એ બ્રાહ્મણના પુત્ર અને પુત્રી હતા. તેઓ પણ પાંડને અને કુંતી તથા દ્રૌપદીને પોતાના વડિલ હેય તેમ માનતાં હતાં. કુંતી અને દ્રૌપદી. દામોદર અને ગંગાને પિતાના સંતાનની જેમ ગણતા હતા. માયાળુ અને પ્રેમી એવા દેવશર્માના ઘરમાં રહી અને તેના કુટુંબના સહવાસથી પાંડવે પિતાના રાજ્યસુખને પણ વિસરી ગયા હતા. અને ત્યાં પૂર્ણ સંતોષથી રહેતા હતા.
આજે દેવશર્મા અને તેની સ્ત્રી સાવિત્રી શોકાતુર થઈ ગયાં છે. તેમના હૃદયમાં ભારે સંતાપ પ્રગટ થયું છે. જ્યારે દેવશર્મા અને તેની સ્ત્રી બહુશેક કરતાં હતાં, તે વખતે જે સ્ત્રી આવી હતી, તે કુંતી હતી. તે જોઈ કુંતીના હૃદયમાં દયા આવી અને તેણુએ દેવશર્માને પુછ્યું, “ભાઈ દેવશર્મા, તમે સ્ત્રી પુરૂષ આજે આટલે બધે શોક કેમ કરે છે? આવો મહાશક ઉત્પન્ન થવાનું શું કારણ છે? તે કૃપા કરી જણાવે.” કુંતીનાં આવાં વચન સાંભળી દેવશર્મા બોલ્ય–
દેવી, આ એકચકાનગરીમાં પૂર્વે એક વખતે પાષાણવૃષ્ટિ થવા લાગી અને તે પછી પ્રલયકાળના જે વરસાદ વરસવા લાગે. આથી સર્વ પુરવાસિઓ આકુળ-વ્યાકુળ થઈ ગયા. વરસાદની સાથે વૃક્ષોને જડમૂળમાંથી ઉખેડી નાખે તે પ્રચંડ પવન વાવા લાગ્યા. તે પવનના રાસવાટાથી સર્વ લેકે ભયભીત થઈ અકળાઈ ગયા. સ્ત્રીઓ પોતાના પતિને અને