________________
(૩૯૬).
જૈન મહાભારત. દિવસ થયાં ક્ષુધા લાગી છે.”બંધુના આવાં વચન સાંભળી, હું અહીં આવી. ત્યાં મેં તમને સર્વને અહીં જોયા. આ નિદ્રાવશ થયેલા મનુષ્યને લેવાની ઈચ્છા હું કરતી હતી. ત્યાં તમારૂં સુંદર રૂપ જોઈ મને મોહ ઉત્પન્ન થયો. આ વખતે હું મારા ભાઈને આદેશ ભુલી ગઈ છું અને કામના આવેશથી વ્યાપ્ત થઈ ગઈ છું, તેથી હું મારું ભયંકરરૂપ છેડતી અને સુંદર રૂપ ધારણ કરતી તારી પાસે આવી છું. હે મહાવીર, તું મારી ઉપર અનુગ્રહ કરી મારું પાણિગ્રહણ કર. આ કાર્ય સત્વરે કરવાનું છે. જે વિલંબ થશે તો મારો ભાઈ અહીં આવશે. જ્યાં સુધી તે આવી ન પહોંચે, ત્યાં સુધી આ શુભ કામ કરી લે. જે તમે મારા પ્રાણનાથ થશે અને મને સાથે રાખશે તો રાક્ષસ તે શું પણ બીજું કોઈ પણ તમારી સમીપ ટકી શકશે નહીં.”
તે અદ્ભુત સ્ત્રીનાં આવાં વચન સાંભળી તે પુરૂષ વિચારમાં પડી ગયા. તેના હૃદયમાં અનેક સંકલ્પ વિકલપ થવા લાગ્યા.
પ્રિય વાચકવૃંદ, આ ચાલતી વાત તમારા સમજવામાં ડી ઘણું આવી હશે. તથાપિ તેનું વિશેષ સ્પષ્ટીકરણ કરવાની આવશ્યકતા છે. જે પુરૂષ ભયંકર જંગલમાં ભમતો હતો, તે ભીમસેન હતું. જ્યારે કુંતી, દ્રપદી વગેરે સર્વ પરિવાર શાંત થઈ ગયું અને ભીમસેન તેને ઉપાડી ચાલ્યું, તે પછી તે રાજકુટુંબ કઈ છાયાદાર વૃક્ષ નીચે બેઠું હતું.