________________
વનવાસની વિટંબણું.
( ૩૯૫). આ પ્રમાણે ચિંતવી, એ વીર પુરૂષ અવીર અને અધીરની જેમ રૂદન કરવા લાગ્યું. તેના રૂદનના વનિને પ્રતિ ધ્વનિ જંગલમાં ચારે તરફ પ્રસરી ગયે. ક્ષણવાર રૂદન કરી તે પુરૂષે એક દિશા તરફ દષ્ટિ નાંખી, ત્યાં એક ભયંકર રૂપવાળી, પીળા નેત્રવાળી અને લાંબા કેશને ધારણ કરનારી અદ્ભુત સ્ત્રી તેના જેવામાં આવી. તે આ પુરૂષની નજીક જેમ. જેમ આવતી ગઈ, તેમ તેમ તેનામાં વિશેષ સાંદર્ય પ્રગટ થવા માંડ્યું. ક્ષણમાં પાછું, તેણીનું રૂપ ભયંકર થઈ ગયું. વળી પાછું ક્ષણમાં સુંદર થઈ ગયું. આ અદ્ભુત દેખાવ જોઈ તે પુરૂષ હદયમાં વિશેષ આનંદ પામી ગયે.
જયારે તે અભુત અબળા નજીક આવી, એટલે તે પુરૂષે નિર્ભય થઈ પુછ્યું, “સુંદરી, તું કેણ છે? ક્ષણમાં ભયંકર અને ક્ષણમાં સુંદર સ્વરૂપ ધારણ કરે છે. એ શું છે? - તે સ્ત્રી બેલી—“ સુભગ, હું રાક્ષસી છું. આ વન મારા ભાઈનું છે. આ વનમાં કોઈ પણ મનુષ્ય પ્રવેશ કરી શકતું નથી. મનુષ્ય ગમે તે શૂરવીર અને પરાક્રમી હેય, તોપણ જે અહીં આવે તો મારે ભાઈ રાક્ષસ તેનું ભક્ષણ કરી જાય છે. હું તે મારા રાક્ષસ બંધુની સાથે રહે છું. હમણું મારે ભાઈ નિદ્રામાંથી જાગ્રત થયે, ત્યારે તેણે મને કહ્યું કે,–“બહેન, અહીં કે મનુષ્યની ગંધ આવે છે, માટે આટલામાં જઈને તપાસ કર. જે કે મનુષ્ય માલમ પડે તો તેને અહીં લાવ. હું તેનું ભક્ષણ કરીશ. મને ઘણું.