________________
જૈન મહાભારત.
( ૩૯૪ )
સિંહાસન ઉપર વિરાજિત થનાર આ પવિત્ર પુરૂષની કેવી સ્થિતિ થઇ છે ! જેની સન્મુખ મધુર ગીતના ગાયના થતા, તે આજે શ્રૃંગાળ વગેરે વનપશુઓના નાદ સાંભળે છે, જેના શરીર પર ચંદન અને કસ્તુરીના લેપ થતા, તે આજે આ માની રજથી છવાઇ રહ્યો છે. ”
આ પ્રમાણે મનમાં ચિંતવતાં તે પુરૂષની દ્રષ્ટિ ત્યાં સુતેલા બીજા પુરૂષ ઉપર પડી. તેને જોઈ તેણે ચિંતવ્યુ, અહા ! આ વીર પુરૂષ પણ કેવી સ્થિતિમાં આવી પડ્યો છે ? વૈમાનમાં બેશી આકાશગમન કરનારા આ વીર નર કંગાળની જેમ પડયા છે. અરે ! તેની પાસે આ બે પુરૂષોને પડેલા જોઇ મારા મનમાં દયા ઉત્પન્ન થાય છે. આ બ ંને વીર મારી ગેાદમાં ખેલનારા અને મનવાંછિત પદાર્થ મેળવનારા હતા, તે આજે આ અધાર અરણ્યમાં નિદ્રાવશ થઇ પડેલા છે. અહા ! કમ ની ગતિ કેવી વિચિત્ર છે ! ત્યાંથી આગળ દૃષ્ટિ કરી, ત્યાં એ સ્ત્રીએ ભૂમિશય્યા પર પડેલી તેના જોવામાં આવી. તેને જોઇ તે સખેદ થઇ ચિતવવા લાગ્યા— અહા ! આ પરાપુરૂષ ક્રમી પાંચ પુત્રાની માતા અને મા પાંચ પતિઓની પત્ની કેવી ટ્વીન થઇ સુતેલી છે ? અરે આ રાજરમણી માથી અવસ્થા અનુભવે—એ કેવી ઢીલગીરી ! અરે કોવળી ! તારો શક્તિ અદ્દભુત છે. તુ સર્વ જીવાત્માને અસ્તોદયના તીવ્ર ચ ક્રમાં નાંખી શકે છે. આવા ઉત્તમ રાજકુળના પિરવારને તે આવી અધમદશાએ પહોંચાડ્યાં છે. આ હૃદયવેધક બનાવ મારી દષ્ટિએ જોઇ શકાતો નથી. ”
''