________________
વનવાસની વિટંબણ.
(૩૪)
પ્રકરણ ૩૦ મું.
વનવાસની વિટંબણા અને હેડંબા પતિ ભીમ.
એક ભયંકર જંગલમાં હિંસક પ્રાણુઓના ક્રૂર શબ્દો થઈ રહ્યા છે. ચારે તરફ ભયનું રાજય પ્રવૃત્ત છે. વિકરાળ કાળની મહાસેના ચારે તરફ ફરી રહી છે. વૃક્ષેના કુંજ, પર્વતની ગુફાઓ અને ખીણમાંથી ભયંકર પ્રાણુઓના પ્રતિવનિ સંભળાય છે. આ વખતે એક પ્રચંડ પુરૂષ તે જંગલમાં ભમે છે. તેનું હૃદય તેવા ભયંકર પ્રદેશમાં પણ નિષ્કપ છે. સાહસનું ઉગ્ર તેજ તેના વિશાળ લલાટ ઉપર ચળકે છે. તે પુરૂષ ઘણુ વાર ભમી એક છાયાદાર વૃક્ષ નીચે ક્ષણવાર વિશ્રાંત થયે. તેવામાં સારસ પક્ષીઓને મધુર વનિ તેના સાંભળવામાં આવ્યું. તે ઉપરથી તેણે જાણ્યું કે, “આ સ્થળે સરેવર હશે.” તરત બેઠે થઈ તે શબ્દને અનુસારે ચાલ્યા. ત્યાં એક સુંદર સરવર દષ્ટિએ પડયું. કેટલાએક પત્રકુટ (પલીઆ) કરી તેમાંની જળ ભરી તે પાછો ફર્યો. તે પિતાને સ્થાને આવી જુવે છે, ત્યાં પોતાના સર્વ સાથીઓ સુઈ ગયેલા તેના જેવામાં આવ્યા. તેમાં એક પુરૂષને ઉદેશી તે નીચે પ્રમાણે બે –
અહા ! જે પુરૂષ રત્નજડિત પલંગ પર પેતે હતો, તે આ વનની કઠેર ભૂમિમાં સુતે છે. રત્નજડિત