________________
જૈન મહાભારત
( ૩૯૨ )
બીજી શિક્ષણ પુરેાચનના પાપી ચરિત્ર ઉપરથી લેવાનુ છે. પાપી પુરોચન પાંડવાને લલચાવી બનાવટી મેહેલમાં લઈ ગયા હતા અને તે મેહેલને સળગાવી પાંડવકુટુ અને નાશ પમાડવા તે તૈયાર થયા હતા, પણ આખરે બળવાન ભીમને હાથે તેનાજ નાશ થઈ ગયા. અન્યનું અનિષ્ટ ચિંતવનારા અને કરનારા પાપીઓના નાશ થાય છે. ખાદે તે પડે ’ એ ગુજરી કહેવત ખરેખર મહાવાકય રૂપ છે.
ત્રીજી શિક્ષણ ભીમના મહાન ચરિત્ર ઉપરથી લેવાનુ છે. રાત્રે સુરંગમાંથી પ્રસાર થયેલા પેાતાના બંધુઓ, માતા અને સ્ત્રીને ખંભા ઉપર ઉપાડી લઈ જનાર કુટુંબવત્સલ ભીમને પૂર્ણ ધન્યવાદ ઘટે છે. આ ઉત્તમ કા`થી ભીમે પેાતાના અળના અને શક્તિના ખરેખરા સદુપયેાગ કરેલા છે. આવા કુટુંબપ્રેમી અને કુટુંબવત્સલ પુરૂષનું જીવન ખરેખર પ્રશં સનીય છે. એવા જીવનારા પુરૂષોજ જીવે છે, બાકીના જીવતાં છતાં મૃતતુલ્ય છે. કુટુંબભક્ત ભીમસેનનું જીવન તેવું હતુ અને તેથી તેણે પેાતાના જીવનમાં પરિણામે ઉત્તમ સુખ મેળવ્યુ હતુ. ભીમની પેઠે ખીજાઓએ પણ તે ગુણ ધારણ કરવા જોઇએ. ભીમના પવિત્ર ચરિત્ર ઉપરથી એજ ખરેખરૂ શિક્ષણ લેવાનુ છે અને તે શિક્ષણથી હૃદયને સુશિક્ષિત કરી આ અસાર સંસારમાં પ્રવત્ત ન કરવાનું છે. એવા શિક્ષણથી સુશિક્ષિત થયેલા અને એવા પ્રવનથી પવિત્ર થયેલા પુરૂચોનું જીવનજ આ જગત્માં પ્રશ’સનીય અને યશસ્વી છે.