________________
વનવાસની વિટંબણ.
(૩૭)
રાત્રિના વિશેષ શ્રમથી શાંત થયેલા તે કુટુંબને અને ફળાદિ લાવી દીધાં. સર્વ સાથે બેશી તેને આહાર કર્યો. પછી તૃષાતુર થયેલા એ સર્વને માટે ભીમ જળાશય શોધવા નીકળ્યો હતો. તે પડીયા ભરી જળ લાવ્યું, ત્યાં સર્વ શ્રાંત. થઈ સુઈ ગયાં હતાં. જેમને જોઈ ભીમે અતિશય શોક પ્રગટ કર્યો હતો. તે પ્રસંગનું વર્ણન ઉપર કરવામાં આવ્યું છે.
તે વખતે જે અભુત રૂપવતી સ્ત્રી આવી હતી, તે હેડંબા રાક્ષસી છે. હેડંબાને હેબ નામે એક ભાઈ છે, જે તે વનમાં રહે છે. તેના ઉપરથી એ વનનું નામ પણ હેડંબવન કહેવાય છે. હેડંબા પોતાના ભાઈ હે. બની આજ્ઞાથી તે શાંત થઈ ગયેલા યુધિષ્ઠિરના કુટુંબને લેવાને આવી હતી. ત્યાં ભીમનું પ્રચંડરૂપ જોઈ તે મેહ પામી ગઈ હતી. જ્યારે તેણીએ ભીમની સાથે પર ણવાની પિતાની ઈચ્છા બતાવી ત્યારે ભીમ દીર્ઘ વિચાર કરી આ પ્રમાણે બેલ્યો–“સુગાત્રી, તારા જેવી પ્રગર્ભા સ્ત્રી મહાપુણ્યથી જ લભ્ય થાય છે. તેવી સ્ત્રી પોતે આપોઆપ આવી મને વરવાનું કહે છે, એ ઘણી ઉત્તમ વાત છે. તથાપિ તું એક મારી વાત સાંભળ–જે આ ચાર પુરૂષે સુતા છે, તે મારા ચાર દયાળુ ભાઈઓ છે. આ વૃદ્ધા મારી માતા છે. અને આ યુવતિ અમારા પાંચેની પ્રાણવલ્લભા છે. આ એક સહચારિણીએ અમે પાંચેને કૃતાર્થ કર્યા છે. આવી કુલીન અને સુંદર સતી સ્ત્રીને છેડી બીજી સ્ત્રીનું ગ્રહણ કેમ થાય ?