________________
(૩૮૪)
જૈન મહાભારત. પુરોહિત પુરોચનનાં આવાં વચન સાંભળી તે કૃષ્ણદૂત તેને નાશિકનગરમાં લઈ ગયે. અને યુધિષ્ઠિરની પાસે તેના ખબર પહોંચાડયા.
વિવેકી યુધિષ્ઠિરે તત્કાળ પુરોહિત પુરેચનને પિતાની પાસે બોલાવ્યો અને તેને દુર્યોધનની કુશળવાર્તા પુછી આવવાનું કારણ પુછયું. પુરેચન યુધિષ્ઠિરને પ્રણામ કરી
–“રાજન, તમારા બંધુ દુર્યોધને મારે મુખે આ પ્રમાણે કહેવરાવ્યું છે –ણ બંધુ યુધિષ્ઠિર, તમે મહાપુરૂમાં અગ્રેસર છે અને હું અનાર્યોમાં અગ્રેસર છું. તમે ગુણીઓમાં અગ્રગામી છે અને હું નિર્ગુણીઓમાં અગ્રગામી છું. તમે સજજનેમાં પ્રકાશમાન છે. અને હું દુર્જનમાં પ્રકાશમાન છું. તમે બુદ્ધિઓમાં અગ્રણી છે અને હું દુબુદ્ધિઓમાં અગ્રણું છું. તમે કૃત
ના શિખર છે અને હું કૃતનેને શિખર છું. તમે ઉત્તમેમાં રત્ન છે, તે હું અધમમાં રત્ન છું. માટે હે ભાઈ, વિવેકરહિત થઈ મેં તમારા અનવધિ અપકાર કર્યા છે. હે દયાનિધિ, મારા એ અપકાના અપરાધની તમારે ક્ષમા કરવી જોઈએ. કારણકે, તમે મેટા છો. મોટાએ નાનાને ક્ષમા આપવી એગ્ય છે. તેથી તમે મારા અપરાધ ભૂલી જઈ વનવાસમાંથી પાછા વળો અને આ તમારી રાજધાની હસ્તિનાપુરમાં આવી નિવાસ કરે અને તમે સુખે તમારા રાજ્યની સમૃદ્ધિને ઉપભેગ કરો. મેં તમારા અપરાધ કર્યો, તેથી