________________
(૩૬૬)
જૈન મહાભારત. મર્થ પુરૂષને પણ એ શક્તિએ વનવાસ કરાવ્યું. પદી જેવી સતીને પણ સભા વચ્ચે નિમર્યાદ કરી દીધી. હસ્તિનાપુરનો મહારાજા યુધિષ્ઠિર આજે વનભૂમિમાં ભટકવા તૈયાર થયો છે. છત્ર, ચામર અને છડીની રાજ્યલક્ષમી દુર્યોધનની સેવા કરવાને તૈયાર થઈ છે. અને અંધ ધૃતરાષ્ટ્ર એક મહારાજાના પિતા બની બહુ માન પામે છે, એ બધે પ્રભાવ કર્મ શક્તિને જ છે. સુખીઆએ સુખને ગર્વ કરવા નથી અને દુઃખીઆએ નિરાશ થવાનું કારણ નથી. કારણ કે, કર્મની અદ્દભુત શક્તિ સુખીને દુઃખી અને દુ:ખીને સુખી કરે છે.
વળી આ વૃત્તાંત ઉપરથી દુર્વ્યસનમાંથી દૂર રહેવાને બીજે બોધ લેવાનો છે. જુગારના દુર્વ્યસનના રોગથી યુધિષ્ઠિર જે સમર્થ પુરૂષ અધમદશાને પામ્યા છે. દુતરૂપી દાવાનળમાં યુધિષ્ઠિરની રાજ્યલક્ષ્મીને હેમ થઈ ગયે છે. ધૂત રૂપી વિષ ચડવાથી યુધિષ્ઠિરના પ્રતિષ્ઠા પ્રાણ નાશ પામી ગયા છે. તે સાથે તેના બંધુઓ અને સતી દ્રોપદી પણ એ વ્યસનના ભાગ થઈ પડ્યાં છે. પ્રતાપી વિર યુધિષ્ઠિરનું ઉગ્ર તેજ અને શૈર્ય ઘુતરૂપી લુંટારાએ લુંટી લીધું છે. તેની સતી અને પવિત્ર પત્ની દ્રૌપદીને તેણે અધમ અવસ્થામાં મુકેલી છે. જુગારરૂપી કૂર રાક્ષસે પાંડને પાયમાલ કર્યો છે. આ ઉપરથી સમજવાનું કે, કેઈપણ મનુષ્ય દુર્વ્યસન સેવવું ન જોઈએ. દુવ્યસનથી મનુષ્ય સર્વદા દુઃખજ પામે છે. જે મનુષ્ય દુવ્યસનના પંઝામાં સપડાય છે, તે યાજજીવિત દુ:ખી થયા કરે