________________
સર્વસ્વ હરણ.
(૩૬૭) છે. જ્યાં સુધી એ પંઝામાંથી મુક્ત ન થાય, ત્યાં સુધી તેને આત્મા સુખાનુભવ કરી શક્તો નથી.
વળી આ પ્રસંગે એક ઉત્તમ બેધ ગ્રહણ કરવા જેવું છે. સર્વ બંધુઓમાં યુધિષ્ઠિરની કેવી મર્યાદા હતી? સર્વે તેની આજ્ઞામાં કેવી રીતે વર્તતા હતા ? અને સર્વની ઉપર તેની કેવી સત્તા હતી ? એ સ્પષ્ટ રીતે જણાઈ આવે છે. કદિ યુધિષ્ઠિર પોતાની રાજ્યલક્ષમી, અને પોતાની જાત પણમાં મુકે અને તે હારી જાય છે તે તેમ કરવાને સ્વતંત્ર છે. પણ તેણે જુગારના પણમાં પોતાના બંધુઓને અને પોતાની સ્ત્રી પદીને મુક્યાં અને તે હારી ગયા, તો પણ તેમણે યુધિષ્ઠિરને કાંઈ પણ કહ્યું ન હતું. અને પિતાના વડિલે કર્યું, તે પ્રમાણ છે. એમ ધારી તેઓ દુર્યોધનને તાબે થવાને તૈયાર થયા હતા. આનું નામ જ ખરેખરી વડિલ ભક્તિ કહેવાય છે. પિતાને વડિલ યુક્ત અથવા અયુક્ત જે કાંઈ કરે, તેને માન આપી તે પ્રમાણે વર્તવું, એ મેટામાં મોટો ગુણ છે. સતી દ્વિપદીના કેશ પકડી દુ:શાસન તેણીને સભામાં લઈ ગયો અને તેણીના શરીર ઉપરથી વસ્ત્ર ખેંચ્યાં અને તેણીની લજજા લીધી, તથાપિ પોતાના પતિ તેણુને જુગારમાં હારી ગયા છે,”એમ જાણનારી દ્રપદીએ કોઈ જાતની આનાકાની કરી ન હતી. સતી દ્રપદી પોતાના સતીધર્મના પ્રભાવથી ગમે તે કરી શકે તેવી હતી, તથાપિ તે પતિના કાર્યને અનુસરી દુષ્ટ દુઃશાસનને તાબે થઈ હતી. પિતાની ઉપર ભારે જુલમ થયે,