________________
નળાખ્યાન.
(૩૫૧) હિતકારી વિરે નળાખ્યાન સંભળાવ્યું અને જુગારના દુચૅસનની અનિષ્ટતા સિદ્ધ કરી આપી, તે પણ મલિનબુદ્ધિ ધૃતરાષ્ટ્ર સમજે નહીં. તેણે પિતાને દુરાગ્રહ છોડે નહીં. જેનું પરિણામ કેવું વિપરીત આવશે ? તે હવે પછી જોવાનું છે. જે માણસ અનીતિથી ઉદય અને ઉન્નતિ પ્રાપ્ત કરે છે, તે માણસને તે ઉદય અને ઉન્નતિ ટકી શકતી નથી. એ વિષે નળરાજાના ભાઈ કૂબરનું પૂર્ણ દષ્ટાંત છે. કુબેરે જેવી ઉન્નતિ મેળવી હતી, તેવી આખરે તેની અવનતિ થઈ હતી. રાજ્યારૂઢ થયેલે કૃબર પાછો એજ રસ્તે રાજ્યભ્રષ્ટ થયું હતું. તે ઉપરથી દરેક ભવિ પ્રાણીએ શીખવાનું છે કે, “અનીતિને માગે ઉન્નતિ મેળવવા પ્રયત્ન કરે નહીં.”
વાંચનારી બહેને, વિદુરે કહેલા નળાખ્યાન ઉપરથી તમારે પણ કેટલોક બેધ લેવાનો છે. તેમાં ખાસ કરીને સતી દમયંતીનું ચરિત્ર અનુકરણીય છે. સતી દમયંતી જેમ પતાના પ્રિય પતિની પાછળ જઈ તેના દુખની ભાગીયણ બની હતી, તેમ દરેક સદગુણ શ્રાવિકાએ પતિના સુખદુઃખની ભાગીયણું થવું જોઈએ. દમયંતીના જે શુદ્ધ પ્રેમ પતિ ઉપર ધારણ કરનારી શ્રાવિકાઓ આલેક તથા પરલેકમાં સત્કીર્તિ મેળવે છે. અને પિતાના સ્ત્રી જીવનને સાર્થક કરે છે. પતિભક્તા દમયંતી જેમ આખરે દુ:ખમાંથી મુક્ત થઈ પતિની સાથે રાજ્યમહિષી બની હતી, તેમ છે કે સ્ત્રી, સતી અને પતિભક્તા રહે છે, તે સર્વ રીતે સુખી થાય છે.