________________
જૈન મહાભારત.
( ૩૫૦ )
લેાકેામાં તમારૂં હાસ્ય થશે. એટલુજ નહિ પણ ઇંદ્રપ્રસ્થ પણ તમારા પુત્રને હાથ નહિ રહે. માટે ભાઇ ધૃતરાષ્ટ્ર, તમારા પુત્રાને સમજાવા અને જુગારના અપવિત્ર કાર્ય માંથી નિવૃત્ત કરી. ’
વિદુરે આ પ્રમાણે ધૃતરાષ્ટ્રને સાચે–સાચું કહ્યું, પણ કુમતિ ધૃતરાષ્ટ્રે તે માન્યું નહિ. અને પાતે પોતાના આત્રહને વળગી રહ્યો. પછી વિદુર હૃદયમાં ખેદ પામી ત્યાંથી ઉડી ગયા. અને તરત હસ્તિનાપુરમાં ચાલ્યા માન્યેા.
વાંચનાર, આ વિસ્તી પ્રકરણમાંથી ગ્રાહ્ય ખાધ કેટલા છે ? તેના તું વિચાર કરજે. જેમ દુરાગ્રહી ધૃતરાષ્ટ્રે પેતાના હિતકારી અધુ વિદુરનાં વચન માન્યાં નહીં, જેથી ૫રિણામે તેના પુત્રા દુ:ખી થશે. તેવી રીતે જે દુરાગ્રહી પુરૂષ હાય, તે કદિ પણ પોતાના દુરાગ્રહ છેડતા નથી. દુરાગ્રહ અને દુર્વ્યસન એ માણસને પાયમાલીના પંથ ઉપર લાવે છે, દુર્વ્ય સનના યાગ થવા, એ પૂર્વના મિલન કનું ફળ છે, તે મલિન કર્મીના અધિકારમાં અંજાઇ ગયેલેા માણસ પેાતાનું હિતાહિત જોઇ શકતા નથી. જો તે સારી કેળવણી પામ્યા હાય અથવા તેનાં પુણ્યા પ્રખળ હાય તે તેને કોઇ હિતકારી પુરૂષનો ઉપદેશ પ્રકાશ આપી તેના હૃદયના અંધકારને દૂર કરે છે. પણ જ્યાં સુધી તે મલિન પુરૂષના હૃદયમાં દુરાગ્રહની ગ્રંથિ પડી ગઈ હાય, ત્યાં સુધી તેને કાઈ પણ પ્રકારના ઉપદેશ લાગતા નથી. દુરાગ્રહી ધૃતરાષ્ટ્રને તેમજ થયું હતું.