________________
નળાખ્યાન.
. (૩૨૯) અશ્રુજળ વરસવા લાગ્યાં. કૂબડે તે બ્રાહ્મણને પુછયું કે, તું કેણ છે? અને ક્યાંથી આવે છે? બ્રાહ્મણ બે કે, હું કુંડિનપુરથી આવું છું. અને ત્યાંથી મેં નળની કથા સાંભળી છે. કૂબડે કહ્યું, નળ રાજાએ દમયંતીને ત્યાગ કર્યો, ત્યાં સુધીની વાત મેં સાંભળી છે, પછી શું થયું? તે હું જાણતો નથી, માટે મને કહી સંભળાવ. બ્રાહ્મણ બે –તે કથા સાંભળ. નળ રાજા દમયંતીને સૂતી મુકી ચાલ્યા ગયા પછી તેણને એવું સ્વપ્ન આવ્યું કે, “જાણે તે આંબાના વૃક્ષ ઉપર ચડી છે. તે વૃક્ષ ઉપર રહેલા પત્ર, પુષ્પ, મેરની અંદર ભમરા ગુંજારવ કરી રહ્યા છે. તેવામાં કેઈ હાથીએ આવી તે આંબાના વૃક્ષને ઉખેડી નાંખ્યું. અને દમયંતી તેના ઉપરથી પડી ગઈ.” આવા સ્વમાની સાથે જ જાગ્રત થઈ ગઈ અને ભયભીત થઈ નળને ચારે તરફ જોવા લાગી. કેઈ પણ સ્થળે નળને જે નહીં, એટલે તેણે અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ કરતી વિલાપ કરવા લાગી. જ્યારે નળરાજા ન આ નવી મળે એટલે તેણે પોતાને આવેલા સ્વમાની વાત વિચારવા લાગી કે, જે મેં આમ્રવૃક્ષ જોયું, તે મારે નાથ નળ રાજા, પુષ્પ ફલાદિ તે રાજ્ય, અને એ રાજ્યને ઉપગ એ ફળાસ્વાદ, ભ્રમરાદિ તે સ્વજન, હાથીએ વૃક્ષને ઉખેડી નાંખ્યું, તે મારા પ્રિય પતિને કૂબરે રાજ્યભ્રંશ કર્યો. અને વૃક્ષ ઉપરથી હું પદ્ધ ગઈ, તે મારા પ્રિયથી મારે વિયાગ થશે.” આ મારા દુ:ખસૂચક સ્વમ ઉપરથી મને નિશ્ચય થાય છે કે, હવે મારે પ્રાણવલ્લભ મને મળ દુર્લભ છે. પછી તેણે