________________
(૩૨૮)
જૈન મહાભારત. ઉપરી બનાવ્યું. કૂબડાએ સૂર્યના તાપમાં પાત્ર ધરી તેવડે
સ્વાદિષ્ટ રસોઈ બનાવી આપી. તેની આવી ચમત્કારી સ્વાદિષ્ટ રસોઈ જમી રાજાએ તેને ઉંચા પિશાક સાથે પાંચસે ગામ ઈનામમાં આપ્યાં. અને તે સાથે એક લાખ સેના મેહ આપી. કૂબડાએ પાંચસો ગામ શિવાય રાજાનું આપેલું સર્વ અંગીકાર કર્યું. પછી રાજાએ કુબડાને કહ્યું કે, તમારા મનમાં જે ઈચ્છા હોય તે મારી પાસેથી માગી લે. કૂબડાએ પ્રસન્ન થઈને કહ્યું, “જ્યાં સુધી તમારા રાજ્યની સીમા છે, ત્યાં સુધીમાં જેટલા લેકે વસતા હેય, તેઓ સવમાંથી જુગાર, મધ, અને મૃગયા એ ત્રણ દુર્વ્યસનેને પરિત્યાગ કર.” દધિપણું રાજાએ મહાહર્ષથી તે વાત અંગીકાર કરી અને પિતાની પ્રજામાં એ ત્રણ વ્યસમે કરવાનો સર્વને મનાઈ કરી.
દધિપણું રાજાના આશ્રમમાં રહેતાં કૂબડાને ઘણાં વર્ષ થયાં. એક વખતે તે કૂબડો કેઈ સરિતાને તીરે આવેલા કેઈ વૃક્ષની શીતળ છાયામાં બેઠે હતું, તેવામાં કેઈ બ્રાહ્મણે તેને જોઈને નીચે પ્રમાણે કહ્યું –
“આ જગતમાં જેટલા નિર્દય, નિલે જજ અને દુરાત્મા જીવ છે, તેઓ સર્વમાં નળ અગ્રેસર છે. કારણકે, તેણે પિતાની વિશ્વાસી પતિવ્રતા સ્ત્રીને મહાર વનમાં સૂતી રઝળતી મેલી છે.”
: :
: આ બ્રાહ્મણનાં આ વચને સાંભળી કૂબડાના નેત્રમાંથી