________________
(૩૨)
જૈન મહાભારત. અને જેણના હદયમાં સદા પતિભક્તિ રહેલી છે, એવી આ નિરપરાધી પ્રાણુ પ્રિયાને વનમાં ત્યજવાને કવિચાર કરનાર અને કુળને કલંક લગાડનાર નળને તે છોડી દે હે બાળ, મારા જેવા મહાપાપીને સ્પર્શ કરી તું પણ પાપિણ થઇશ.” આ પ્રમાણે બેલતા ન ળરાજાએ પિતાને હાથ તેના કરબંધમાંથી ધીમે ધીમે તાણી લીધા. પછી બંનેની શય્યા વચ્ચે એક વસ્ત્રને સંબંધ હતું, તેને ખથી તેડી નાંખી, પછી તેણે નિદ્રાવશ થયેલી દમયંતીને સંબોધીને કહ્યું, “પ્રાણેશ્વરી, મેં તારા ઘણા અપરાધ કર્યો તો પણ તેં મને છેડે નહીં. પણ તું નિરપરાધી છતાં હું તને છોડું છું. મારે તને છોડવાનું કારણ એ છે કે, હું તને મારા દુઃખસમુદ્રમાં બુડાડવાને ઈચ્છતા નથી. પ્રાણવલૂભે, હવે હું જાઉં છું તું એકલી છે, તથાપિ તારું પરમ શીળવ્રત તારી રક્ષા કરશે. પિતાને ઘેર તારી યેગ્ય બરદાસ થશે.” આ પ્રમાણે કહી નળે પિતાના રૂધિરવડે તેને ણીના વસ્ત્રના છેડા ઉપર નીચે પ્રમાણે અક્ષરે લખ્યા.
પ્રાણપ્રિયે, જે તારે વૈદર્ભ દેશમાં જવું હોય તે આ વડવૃક્ષની ડાબી તરફને સિધ માર્ગ તું ગ્રહણ કરજે. અને કેશલાપુરી જવું હોય તે જે માર્ગે જતાં પલાશ વૃક્ષે ખીલી રહ્યા છે, જ્યાં શુક પક્ષીઓને મધુર સ્વર સંભળાય છે, તેની દક્ષિણ ભણુને માર્ગ