________________
(૩૧૮)
જૈન મહાભારત. આ અનર્થને આરંભ થયો છે. આપના લાભમાં એકે પાશે પડતો નથી. પ્રતિપક્ષીના પાશા વિજયી થાય છે. આપ સર્વ સ્વ હારી ચુક્યા છે, હવે વિરામ પામે. આ તમારા ભાઈ કુબેરને રાજ્યપાટપી ઘો, નહીં તે તે બળાત્કારે આપણને નગરની બાહર કાઢી મુકશે. સ્વામિનાથ, હવે બહુ થઈ, આટલેથીજ વિરત થાઓ.”
દમયંતીનાં આ વચને નળે માન્યા નહીં. ઉલટ તે વિશેષ રમવા લાગ્યા. વિધાતા પ્રતિકુળ થાય, ત્યારે મનુષ્યની બુદ્ધિને નાશ થઈ જાય છે. નળરાજા સર્વસ્વ હારી બેઠો. છેવટે તે પોતાના શરીર ઉપરનાં વસ્ત્રાભૂષણે પણ ગુમાવી બેઠે. જયલક્ષ્મીને પ્રાપ્ત કરી કુબર ગર્વથી ગર્જના કરવા લાગ્યું. તેણે નળ પાસેથી સર્વસ્વ ગ્રહણ કરી લીધું, તે વખતે પ્રજામાં હાહાકાર વર્તાઈ રહ્યો, કપટી કુબરે નળને કહ્યું, “ભાઈ, હવે નગરી છોડી ચાલ્યા જાએ, આ રાજ્ય તમને પિતાએ આપ્યું હતું, હવે તે રાજ્ય મને પાશાએ આપ્યું છે, તમે વડિલેપાર્જિત મિલ્કતના માલિક થઈ બેઠા હતા, હું તે હવે પાર્જિત મીલકત માલિક થયે છું.” નળે ઉંચે સ્વરે કહ્યું, “ભાઈ કુબેર, આટલે બધો અહંકાર શામાટે કરે છે? રાજ્યનું ઐશ્વર્ય પ્રાપ્ત થયું, એ શું માટી વાત છે? જેને ભુજાબળ છે, તેને રાજ્યલક્ષ્મી ઘણું છે. કદી તું મને રહેવાનું કહે, તે પણ હું ક્ષણવાર પણ વાસ કરનાર નથી.” એમ કહી નળરાજા વસ્ત્રભેર ચાલી નીકળે અને