________________
નળાખ્યાન.
(૩૧૯) તેની પાછળ દમયંતીએ ચાલવા માંડયું, તે વખતે કુબર
–“સુંદરી, તમે કયાં જાઓ છો? તમને મેં જીતી લીધાં છે, તેથી તમારાથી નળની પાછળ જવાશે નહીં. તમને એક ગામ આપું, તેમાં તમે રહી દિવસ નિર્ગમન કરે. તમારે નળની સાથે હવે બીલકુલ સંબંધ નથી.” કુબરનાં આ શબ્દો સાંભળી દમયંતીના નેત્રમાંથી અશ્રુધારા ચાલી. તે નમ્રમુખી થઈ ઉભી રહી. આ વખતે ત્યાં આવેલા નગરજનેએ કુબરને કહ્યું, “ધુત્ત, આ કામ કરવું એગ્ય નથી. તું દમયંતીને શા માટે રેકે છે? એ જયેષ્ટ બ્રાતૃની પત્નિ તારે માતા તુલ્ય ગણાય. જે તારામાં યોગ્યતા હોય તે આ દમયંતીને રથમાં બેસાડી નળરાજાની સાથે મેકલી દે. એમ કરવાથી તારો અપકીર્તિ નહીં થાય. જે તું આવું અનુચિત કાર્ય કરીશ તે અમે સર્વ પ્રજા આ તારા રાજ્યને છોડી ચાલ્યા જઈશું” નગરજનેને આવે આવેશ જોઈ કુબર મન. માં ભય પામ્યા. પછી દમયંતીને રથમાં બેસાડી નળરાજાની સાથે વિદાય કરવા માંડી. આ વખતે નળે કહ્યું, “કુબેર, અમારે તારા રથનું કાંઈ પ્રજન નથી.”પતિનાં આ વચન સાંભની દમયંતી રથમાંથી ઉતરી ગઈ. પછી બંને રાજદંપતી પગે ચાલવા લાગ્યા. આ વખતે નગરની સર્વ પ્રજા પોકાર કરવા લાગી. સર્વ પ્રાણીઓ પણ મીમી એવા શબ્દો પિકારી દમયંતીને રેકી રાખવાની પ્રાર્થના કરતા હોય તેમ દેખાવા લાગ્યા. નગરસ્ત્રીઓ ઉંચે સ્વરે વિલાપ કરી નળદ