________________
નળાખ્યાન.
(૩૧૭) જેતે હતા. કોઈ પણ રીતે નળને પરાભવ થાય, એવું ધારતે અને નળનું સર્વસ્વ હરી પતે રાજ્યપદ મેળવવાની તજવીજ કરતો હતો. ચતુર નળરાજાએ કેટલાએક પ્રવર્તન થી કુબેરની મનવૃતિ જાણે લીધી હતી. તે છતાં કોઈપણ વખત તેને ન દર્શાવતાં પોતે સર્વ સહન કરી તેની સાથે નિ ત્યે નેહવત્ ક્રીડા કરતો હતે.
એક વખતે બંધ મેક્ષને જાણનાર નળરાજા અને કુબસ બંને વિનેદ માટે જુગાર રમવા બેઠા. તે સમયે દેવગે એવું બન્યું કે, નળ ચતુર છતાં તેના પાશા અવળા પડવા લાગ્યાં અને કુબેરના દાવ સવળા થવા લાગ્યા. દૂતરૂપી વિષ વૃક્ષનું ઉગ્ર તેજ નળના હૃદયમાં પ્રસરી ગયું અને તે અંધ થઈ એક પછી એક વસ્તુ હારવા લાગ્યા. નગર, ગામ, ક્ષેત્ર અને બીજી કેટલીએક સંપત્તિ નળરાજા હારી ગયે. કૃષ્ણપક્ષના ચંદ્રની જેમ નળની સર્વ સંપત્તિ ક્ષીણ થઈ ગઈ. આ. વાતની સર્વ સ્થળે ચર્ચા ચાલી અને તેની રાગી પ્રજા અતિ. શેક કરવા લાગી. નળરાજ હાર્યા પછી ચિંતાયુક્ત થઈ ગયે. તથાપિ “ હાર્યો જુગારી બમણું રમે” એ રીતિને અનુસરી નળ વધારે રમવા લાગ્યા. અને તદ્દન સંપત્તિરહિત થઈ ગયે, આ વખતે સુજ્ઞ દમયંતી ત્યાં આવી અને તેણીએ નળને કહ્યું,
સ્વામીનાથ, આપ શું આદરી બેઠા છે ? આ ધૃતરમણ શ્રેષ્ઠ કહેવાતું નથી. આપના જેવા ઉત્તમ પુરૂષ જ્યારે આવા કામ કરશે, ત્યારે લોકોનું પાલન કોણ કરશે? મહારાજ,