________________
(૩૧૬)
જૈન મહાભારત. રાજકુમારનળ, દમયંતી સાથે શૃંગારરાજ્યમાં આસક્ત થયે. રમણને રસમાં રસિક બનેલે નળકુમાર અહર્નિશ વિઠ્યવિલાસ ભેગવવા લાગ્યા.
એમ કરતાં કેટલેક કાળ વતિ ગયે. ત્યારે નિષધરાજાને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ પછી તેણે પિતાના મંત્રિઓની સલાહ લઈ નળકુમારને રાજ્યપદ આપ્યું અને નાના કુમાર કૂબરને યુવરાજપદ આપ્યું. રાજ્યધુરાને ત્યાગ કરી નિષધરાજા ચારિત્ર લઈ વનમાં તપ કરવાને ચાલી નીકળે.
નિષેધરાજા ગયા પછી નળે કુંડિનપુરમાં પોતાની સત્તા બેસારી અને ધર્મ તથા નીતિથી રાજ્યતંત્ર ચલાવવા માંડયું. નળની રાજ્યપદ્ધતી એવી તે ઉત્તમ થઈ કે, તેથી સર્વ પ્રજા નળ તરફ અતિ પ્રેમ ધારણ કરવા લાગી, નળરાજાની સત્કીતિ ભારતવર્ષમાં ચારે તરફ પ્રસરી ગઈ અને તેના રાજ્યની જાડેજલાલી વિશેષ વૃદ્ધિ પામવા લાગી. જેમ ઇંદ્રના આધિપત્યને સર્વ દેવતાઓ માન આપે છે. તેમ નળના આધિપત્યને સર્વ રાજાઓ માન્ય કરવા લાગ્યા. એવા પરાક્રમી નળે અર્ધ પૃથ્વીમાં પિતાની સત્તાને પ્રસાર કરી મુ.
નળરાજાને નાનો ભાઈ કબર પિતાના જયેષ્ટ બંધુની સત્તા અને સુખ જોઈ શકે નહીં. તેના મલિન હૃદયમાં ન બને માટે કુવિચારે ઉખન્ન થયા. ઈર્ષ્યા અને દ્વેષથી તે હૃદયમાં બળવા લાગે. મૃગયા, આહાર, વ્યવહાર અને રાજનીતિમાં પ્રવર્તતી નળરાજાઓની સર્વ ક્રિયાઓમાં તે છિદ્ર