________________
નળાખ્યાન.
(૩૧૫ )
રથ હંકાવ્ય. બંને સ્ત્રી પુરૂષ નીચે ઉતરી મુનિના ચરણમાં નમી પડ્યાં. ભ્રમરાઓથી પીડાતા મુનિને જોઈ તે દંપતીના હદયમાં દયા ઉદિત થઈ. અને તેથી તેમણે મુનિના તે ઉપદ્રવને શાંત કર્યો. તે વખતે મુનિએ તેમને ધર્મને ઉપદેશ. આપ્યા. ઉપદેશ આપ્યા પછી મુનિએ નળરાજાને કહ્યું. “રાજકુમાર, આ તારી સ્ત્રી દમયંતીએ પૂર્વભવને વિષે ચોવીશ, તીર્થકરેના ઉદ્દેશે કરી વિવિધ પ્રકારના તપ આચરેલા છે તથા અન્નદાન અને રત્નદાન આપેલાં છે, તે સિવાય બીજા. પણ ઘણાં સુકૃત કરેલાં છે, તેથી એને સૂર્યના તેજને પણ તિરસ્કાર કરે તેવું લલાટભૂષણ આ જન્મને વિષે પ્રાપ્ત થયેલું છે. રાજપુત્ર તેં પણ પૂર્વે ઉત્તમ પ્રકારના તપ તથા ધર્મ આચરેલા છે તેથી આ પવિત્ર દમયંતી તને પ્રાપ્ત થઈ છે, અને. આગામી ભવને વિષે પણ તને સર્વ સુખસંપત્તિ પ્રાપ્ત થશે.” | મુનિનાં આ વચને સાંભળી અંતરમાં આનંદ પામતાં તે દંપતિ તેમને વંદના કરી ત્યાંથી આગળ ચાલ્યા. અવિચ્છિન્ન પ્રમાણે ચાલતાં તેઓ અનુક્રમે કુંડિનપુરમાં આવી પહોંચ્યા. તે નગરની રાજભક્ત પ્રજાએ પિતાના રાજા અને વધુસહિત રાજકુમારને અતિ આડંબરથી પ્રવેશત્સવ કર્યો. નગરની સુંદર શોભા અને પ્રજાની પ્રીતી જોઈ દમયંતી ઘણી ખુશી થઈ. લેકે દમયંતીનું મને હર અને દિવ્યરૂપ જોઈ અતિશય આનંદ પામ્યા અને નિષધરાજાને પૂર્ણ ભાગ્યવાન માનવા લાગ્યા. રાજાનિષધ લેકરાજ્ય કરવાને તત્પર છે. અને