________________
(૩૧૪)
જૈન મહાભારત. રાજાના રથમાં આરૂઢ થઈ. બીજા સર્વે પિતાના માર્ગે ચાલતા થયા.
રથ ચાલ્યા પછી માર્ગમાં નળકુમારે દમયંતીની સાથે વિદ વાર્તા કરવા માંડી. કેટલેક માર્ગ વ્યતિક્રાંત કર્યા પછી સૂર્યાસ્ત થઈ ગયે. રાત્રિનું અંધકાર ચારેમેર પ્રસરી ગયું. આ વખતે નળે પિતાની પ્રિયાને કહ્યું. “પ્રાણુપ્રિયા, આ માર્ગમાં નવપલ્લવિત અને કુસુમિત વૃક્ષની શોભા દર્શનીય છે, પણ ઘેર અંધકારના બળથી તે જેવાને લાભ મળતું નથી.” પતિનાં આ વચન સાંભળી પતિપ્રેમી દમયંતીએ પિતાના લલાટનું આમર્ષણ કર્યું, એટલે તેના પ્રભાવથી સૂર્યના જે પ્રકાશ થઈ ગયે. નિષધરાજાના બધા માણસે આશ્ચર્ય પામી ગયા અને ભયભિત થઈ ગયા. તે વખતે કઈ એક માનુષાકૃતિ નળકુમારના જોવામાં આવી. આશ્ચર્ય પામેલા નળે કહ્યું, “પ્રિયા, આ તારા લલાટમાં શું છે? અને આ જે પેલી માનુષાકૃતિ દેખાય છે, તે શું હશે?”દમયંતી બેલી “પ્રાણનાથ, એ મહામુનિની આકૃતિ છે. તે જન્મના બ્રહ્મચારી મુનિ છે. પૂર્વે આ વનને વિષે વિચરનારા હાથીઓએ એ મુનિને પર્વત જાણી તેમના શરીરની સાથે પિતાની પીઠ ઘસી હતી, તેથી તે મુનિના ધ્યાનને ભંગ થયે. વળી હાથીઓના ગંડસ્થલ ઉપર રહેલા મદમાં લુબ્ધ થઈ આવેલા ભમરાઓ તે મુનિને આકુળવ્યાકુળ કરે છે,” દમયંતીનાં આવા વચને સાંભળી નળે તે મુનિ તરફ પિતાને