________________
અર્જુન તીર્થયાત્રા.
(૨૭૩) રાજાએ તમારા મેહેલમાંથી રાત્રે પ્રભાવતીનું હરણ કર્યું હતું. તે રાણીને હેમકૂટ પર્વત ઉપર લઈ ગયું હતું. તે ઉપર ઈદ્ર નામે એક ઉદ્યાન છે. તેમાં પ્રભાવતીને બેસારી તેણે કહ્યું–“રાણું, અમારી પાસે મનુષ્ય એક કીડાની જીત છે. તેવા કીડા રૂપ હેમાંગદ રાજાની સાથે રહેવાથી તને શું સુખ મળવાનું હતું? જે તું મને પતિ તરીકે સ્વીકારીશ, તે તું આ વૈર્યપુરની મહારાણું થઈ પરમ સુખ પ્રાપ્ત કરીશ. મારી પાસે રહેવાથી અનેક વિદ્યાધરો અને વિદ્યાધરીઓ તારી વિવિધ પ્રકારે સેવા કરશે. અને આપણું બંને ઈંદ્ર તથા ઇંદ્રાણની જેમ અહર્નિશ સુખવિલાસ ભેળવીશું. વળી હું તને અમારી દિવ્ય વિદ્યાઓ શીખવીશ કે જેથી તું આકાશગામિની વિદ્યાધરી થઈશ. અને ઘણા લોકોમાં પૂજનીય થઈશ.” | મેઘનાદે આવાં આવાં અનેક વચને કહી તમારા રાણી પ્રભાવતીને લલચાવા માંડ્યાં, તે પણ એ સતી જરા પણ ડગ્યા નહીં. તેમણે રેષાવેશથી મેઘનાદને કહ્યું, “પાપી, તું આટલી બધી ચતુરાઈ શા માટે કરે છે? આ તારાં વચને ઉપરથી જણાય છે કે, મૃત્યુ તારી સમીપ આવ્યું છે. મારા પ્રિય સ્વામી પાસે તું કોઈ હિસાબમાંજ નથી. તેની સાથે યુદ્ધ કરવામાં ઈંદ્ર પણ કાયર થઈ જાય છે. અને પાપી, મારા સ્વામીના ખરૂપી દીપકમાં તારા જેવા હજારો ૧૮