________________
{ ૨૭૪ )
જૈન મહાભારત.
પતંગીઆ બળીને ભસ્મ થઇ ગયેલા છે. મને ભાસે છે કે, તારી પણ તેવીજ વલે થવાની, ”
હે રાજા, આ પ્રમાણે પ્રભાવતી મેઘનાદ વિદ્યાધરને કહેતા હતા, ત્યાં મારા સ્વામી વીર અર્જુન અચાનક આવી પહેાંચ્યા. તેમણે ઉંચે સ્વરે મેઘનાદને કહ્યુ, “ અરે અધમ, આ પ્રભાવતી કાણુ છે ? તેના તું વિચાર કર. એ. હેમાંગદ રાજાની પત્ની, મણિર્ડ વિદ્યાધરની મ્હેન અને આ ધન જ્યની ધર્મસિંગની છે. એ સતીને તેણીના પતિ શિવાય બીજા કાઇથી સ્પર્ધા કરી શકાય તેમ નથી. આવી પવિત્ર સતીને તુ હરી લાવ્યા તેના બદલેા તને મળ્યા વિના રહેશે નહીં. જો તુ તેને ખળાત્કારે સ્પર્શ કરીશ તેા તુ વિદ્યાધર છતાં વિદ્યારહિત થઇ જઇશ. કારણકે, એપવિત્ર સતી ઉપર તારી ખીલકુલ સત્તા નથી. એ પરસ્ત્રી છે.એનાથી દૂર રહેવું સારૂં છે.
•
,
અર્જુનના આ વચનેા સાંભળી પ્રભાવતીએ પેાતાના મનમાં વિચાર્યું કે, “ આ કાઇ મારા ભાઇ મણિચૂડના મિત્ર છે અને તેથી તે મને સહાય કરવા આવ્યા છે. ” આવુ વિચારી પ્રભાવતીએ અર્જુનને કહ્યુ, “ ભાઇ, તમે મારા ધર્મ બધુ છે. તમારા જેવા ધર્મબંધુ પ્રાપ્ત કરી હું મારા આત્માને ધન્ય માનું છું. તમે મને આ સટમાંથો મુક્ત કરવાને આવી પહાંચ્યા, એ મારા પૂર્ણ ભાગ્ય છે. ” આટલુ કહી પ્રભાવતીએ હૃદયમાં કુળદેવીએની પ્રાર્થના કરી એટલે તે દેવીઓએ વિજય આપવાને અર્જુનના શરીરમાં પ્રવેશ