________________
(ર૭૨)
જૈન મહાભારત તેના અનુચરે ચિતાગ્નિમાં શા માટે પ્રવેશ કરે છે?” લોકોએ પ્રભાવતીના સર્પ દંશની અને તેની પાછળ મરવાને તૈયાર થયેલા રાજાની સર્વ હકીક્ત નિવેદન કરી. તે સાંભળતાંજ અને પ્રભાવતી રાણી રાજાને અર્પણ કરી અને તેને ચિતાગ્નિમાંથી બાહર કાઢ. રાજા, પ્રભાવતીને જોઈ પ્રસન્ન થયે અને બીજા અનુચરે પણ સાનંદાશ્ચર્ય થઈ બાહેર નીકલ્યા. અને જળ છાંટીને તે ચિતાગ્નિ બુજા અને તે શબરૂપે થયેલી પ્રભાવતીની પાસે આવ્યા. તેવામાં એકત્રિમ પ્રભાવતી ચિતામાંથી છુટા કેશે નાશી ગઈ. અને સર્વ પ્રેક્ષકે અદ્દભુત રસમાં મગ્ન થઈ ગયા. રાજા હેમાંગદ સત્ય પ્રભાવતીની સાથે એ તો મગ્ન થઈ ગયે કે જાણે અમૃતના સાગરમાં મગ્ન થઈ ગયા હોય ? એટલામાં કેશર વિદ્યારે હિમાંગદ રાજાને કહ્યું, “રાજે, તમારી પ્રભાવતી રાણીને કઈ વિદ્યાધર હરણ કરી લઈ ગયું હતું, તેની પાસેથી છેડાવીને પાછી લાવનાર આ પાંડુપુત્ર ધનંજ્ય છે.” કેશરના આ વચન સાંભળી રાજા હેમાંગદે કહ્યું, “વિદ્યાધર, આવું કામ એ પરોપકારી પુરૂષ વિના થવું કઠણ છે. હું ધનંજયને માટે આભારી થયે છું.” આ પ્રમાણે કહી તે રાજા અર્જુનને ભેટી પડ્યો. અને અર્જુનને મેટા ઉંચા આસન ઉપર બેસારી પિતાની પ્રિયાને સર્વ વૃત્તાંત પુછયે. અજુનની આજ્ઞાથી કેશર વિદ્યાધરે પ્રભાવતીના હરણનું સર્વ વૃત્તાંત કહેવા માંડયું:-મહારાજા, વૈર્યપુરના મેઘનાદ