________________
જૈન મહાભારત..
(REE)
માંડ પ્રકાશિત થઇ રહ્યાં હતા, તેવામાં આકાશમાંથી એ વિમાનો ઉતર્યાં. તેઓમાં બેઠેલા ગાંધર્વ નીચે ઉતરી ધન જય અને મણિચૂડને પ્રણામ કરવા લાગ્યા. પછી તેમણે સુગ ંધિ જાવડે તે બંનેને સ્નાન કરાવ્યું. દિવ્ય ચ ંદનનો લેપ કરી, તેમને સુંદર વસ્ત્રાલંકાર ધારણ કરાવ્યા. પછી કેાઈ છત્ર અને ચામર લઇ તેમની પાસે ઉભા રહ્યા. કેટલાએક વાદ્ય વગાડવા લાગ્યા. કાઈ ગીત ગાવા લાગ્યા અને કેાઇ અનેક પ્રકારના મગળ કાર્ય કરવા લાગ્યા. વીર અર્જુન અને મણિચૂડ ગધ વાના આવા ઉપચારથી ( આશુ ! ) એમ સ ંભ્રમ પામી વિ ચાર કરતા હતા, એટલામાં તા મણિચુડની પ્રિયા ચઢ્ઢાનના ત્યાં આવી પહોંચી, પછી મણિચુડ, ચદ્રાનના અને અર્જુન તે વિમાનામાં એશી વાદ્ય ગીત સાથે વિદ્યુદ્વેગને જીતવાને વૈતા!ઢયગિરિ ઉપર આવ્યા. ત્યાં રહેલા રત્નપુર શહેરના દરવાજા પાસે ઉભા રહી તેમણે એક સ ંદેશા કહી વિદ્યુર્વંગની પાસે એક દૂત મોકલ્યા. તે વિદ્યુતવેગની પાસે આવી કહ્યું,—મહા બહુ પાંડુપુત્ર અ ને કહેવરાવ્યું છે કે, “ મારા મિત્ર મણિચુડનું રાજ્ય જે તે છીનવી લીધું છે, તે જો જીવવાની આશા હોય તા પાછું આપી દે. અને તું તારે ઠેકાણે ચાલ્યા જા. નહિં તેા તેનુ પરિણામ ખરાબ આવશે. તેમ છતાં જો યુદ્ધ કરવાની ઇચ્છા હાય તો સામે આવી જા. પણ યાદ રા ખજે કે, મારૂ અમોધ ખણુ પહેલેજ સપાટે તારા મસ્તકને હરી લેશે અને તે પછી તારા સબંધીએની ખબર લેશે. ” દૂતનાં આ વચનો સાંભળતાંજ વિદ્યુતવેગ ક્રોધાતુર થઇ ગયા.