________________
અર્જુન તીર્થ યાત્રા.
(૨૬૫ )
છે. તે દિવ્યવિદ્યાના પ્રભાવથી વિદ્યાધરા મનુષ્યેાની કાઈ પણ વિદ્યાથી સાધ્ય થઇ શકતા નથી. જે મનુષ્યા તેમના કરતાં અધિક વિદ્યાવાન હોય, તેજ તેમને જીતી શકે છે. વિદ્યાધરે અલ્પ વિદ્યાવાળાએથી કટ્ટિપણ જીતાતા નથી. માટે અમારા કુળક્રમની વિદ્યા મને પ્રાપ્ત થઇ છે. તેનું તમે અધ્યયન કરી યેા. એ વિદ્યા સાધ્ય થવાથી તમે મારા સર્વ શત્રુઓને રહેલાઇથી જીતી શકશો.”
મણિચડનાં આ વચને સાંભળી વીર અર્જુને તે વાત માન્ય કરી. પછી તેણે પેાતાની સ્ત્રીને તેણીના પિતાને ઘેર માકલાવી. વિદ્યાધરાની સર્વ વિદ્યા અર્જુનને શીખડાવી, અર્જુને હૃદયને નિશ્ચલ કરી પદ્માસન વાળી અને નાસાગ્ર દૃષ્ટિ રાખી વિદ્યામંત્રની ઊપાસના કરી. તેના વ્રત્તને ભંગ કરવાને વ્યાદ નામના દેવતાએ અનેક પ્રકારના રૂપ વિધ્રુવી અર્જુનને ચલિત કરવા માંડયા, તથાપિ વીર અર્જુન પેાતાના નિયમથી ચલાયમાન થયા નહીં, છ માસે તેણે વિદ્યાધરની મહા વિદ્યાને સાધ્ય કરી લીધી. છેવટે વિદ્યાની અધિષ્ઠાત્રી દેવીઓએ પ્રત્યક્ષ થઇને અર્જુનને કહ્યું કે, “ વીરપુત્ર તારી ઢઢતા જોઇ અમે તારી ઉપર પ્રસન્ન થયેલ છીએ. ઇચ્છિત વર માગી લે.” અર્જુને “ જ્યારે હું તમારૂ' સ્મરણ કરૂં ત્યારે તમારે મારી પાસે હાજર થવું ” એવા ઇચ્છિત વર માગ્યે, તે દેવીએ તથાસ્તુ કહી અદૃશ્ય થઈ ગઈ.
આ પ્રમાણે સર્વ વિદ્યા સાધ્ય કરી વીર અર્જુન અને