________________
અર્જુન તીર્થયાત્રા.
(૨૭) તેણે ગર્જના કરી દૂતને કહ્યું, “જા તારા સ્વામી અજુનને કહે કે, તારું અભિમાન મનુષ્ય ઉપર ચાલે, વિલાધર ઉપર ન ચાલે. મારી સાથે યુદ્ધ કરવાની ઈચ્છા કરે છે, તે સુતા સિંહને જગાડવા જેવું છે. તે અજુન મારા ભુજા બળરૂપ ઈધનમાં અગ્નિરૂપ થઈ જશે.” આ મારા વચને તારા ધનંજયને સંભળાવજે. દૂતે જઈ વિદ્યુતવેગના તેજ વચને અર્જુનને સંભળાવ્યા પાંડુકુમાર કેપથી પ્રજવલિત થઈ મણિચુડનું સૈન્ય લઈ વિદ્યુતવેગ ઉપર ચડી આવે. બંનેની વચ્ચે ભયંકર યુદ્ધ થયું.વિદ્યુતવેગે અર્જુનને આશ્રિત થયેલા મણિચુડના સૈન્યને એ ત્રાસ આપે છે, જેથી તે સૈન્ય દશે દિશામાં વિખરાઈ જવા લાગ્યું. અને મેટું ભંગાણ પડયું. એટલામાં અર્જુનના તીણ બાણેથી વિદ્યુતવેગ વીંધાવા લાગ્યા. અને તરત વીરત્વ છેડી પ્રાણની રક્ષા કરવાને તે પલાયન થઈ ગયે. વિદ્યુતવેગના અનુચરે અર્જુનને શરણ થયા. પછી અર્જુને મણિચુડને સાથે લઈ રત્નપુરમાં પ્રવેશ કર્યો. નગરવાસીઓએ અર્જુનને ભારે સત્કાર કર્યો. અને મેટા ઉત્સવથી મણિચુડને રત્નપુરના રાજ્યસન ઉપર બેસાચે. વડિલે પાર્જિત રાજ્યને પ્રાપ્ત કરી મણિચુડહદયમાં અતિ આનંદ પામ્યું અને તે અર્જુનને મોટો ઉપકાર માનવા. લાગે. અર્જુન પિતાનું કર્તવ્ય પૂર્ણ કરી મણિચુડની આજ્ઞા લઈ વિમાન પર બેશી તીર્થાટન કરવા નીકળે. પુન: અષ્ટાપદ પર્વત આવ્યા. ત્યાં રહેલા સુંદર ચિત્યમાં આવી વાપિકામાં સ્નાન કરી આદિનાથ પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરી પછી