________________
(૨૩)
જેન મહાભારત. લના રાગથી વિશેષ રમણીયતા પ્રાપ્ત થઈ હતી. કપોલ ઉપર પત્રને આકારે કસ્તૂરીનાં ચિત્ર પાડેલાં હતાં. મરતકની કેશવેણી ઉપર વિવિધ પ્રકારના પુપિની રચના કરેલી હતી. રત્નમય શિરોભૂષણથી તેના મસ્તકને મેડ જાણે સૂર્યયુક્ત હોય તેવો. દેખાતે હતે. કાનમાં કુંડળ, કંઠમાં મેતીના હાર, ભુજામાં બાજુબંધ, હાથમાં સુવર્ણ કંકણું, આંગળીઓમાં મુદ્રિકા, કેડમાં કટિમેખળા, ચરણમાં નુપૂર, અને આંગળીઓમાં વીંછીઆ–એમ સર્વાગે અલંકારેથી ભરપૂર એવી એ ભવ્ય બાળાએ હજારે દાસીઓની સાથે એ મંડપમાં પ્રવેશ કર્યો. તે રમણીય બાળાને જોતાં જ પેલા શોકાતુર પુરૂષની ચિંતામાં વધારે થઈ ગયે. તેણે ઉડેથી વિશ્વાસ મુ. છેવટે કર્મની સ્થિતિનું અવલંબન કરી શકમાંથી મુક્ત થઈ એ પુરૂષ પિતાના આસન ઉપર બેઠે. | વાંચનાર, આ પ્રસંગ ઉપરથી તારા જાણવામાં થોડું ઘણું આવ્યું હશે, તથાપિતું તદ્દન નિ:શંક થઈ આ વૃત્તાંતનું સ્વરૂપ સમજી શકે તેમ નથી. તેથી તેનું ઉદ્ઘાટન કરવાની જરૂર છે. જે આ મંડપનું વર્ણન કરવામાં આવ્યું, તે કાંપિત્યપુરના રાજા દ્રુપદે પિતાની પુત્રી રૈપદીને માટે સ્વયંવરને મંડપ રચેલે છે. રાજા દ્રુપદે એવી પ્રતિજ્ઞા કરી છે કે, “ભારતવર્ષને જે કંઈ પુરૂષ રાધાવેધ કરી શકે, તેને હું મારી પુત્રી દ્રપદીને પરણાવીશ” એ પ્રતિજ્ઞાને લઈને તેણે કાંપિલ્યપુરની બાહેર આ મહાનું મંડપ રચાવેલો છે. તે મંડપની વચ્ચે સુવર્ણના સ્તંભનું જે વર્ણન કર્યું. તે રાધાવેધ