________________
(૨૧૮)
જૈન મહાભારત લાગ્યું, તે અન્ય સ્ત્ર અને વરૂણાસ્ત્ર વગેરે દિવ્ય અાનું એવું પાંડિત્ય પ્રગટ કરવા લાગ્યું કે, તે જોઈ પાંડુપ્રમુખ સર્વ શ્રેષ્ટ પુરૂષે અર્જુનને જય જયકાર બોલવા લાગ્યા અને બીજા પ્રેક્ષકોના મુખેથી વાહવાહના ધ્વનિ નીકળવા લાગ્યા. આટલે મહાશ્રમ કરતાં પણ અજુનને દેખાવ સુંદર દેખાતે હતું. તેનું મુખ પૂર્ણિમાના ચંદ્ર જેવું ચળકતું હતું. તે જોઈ સભ્ય સાનંદાશ્ચર્ય થઈ ગયા હતા. - રાધાવેધ શિવાયની બધી કળાઓ અને સભા સમક્ષ કરી બતાવી. તે જોઈ સર્વ પ્રેક્ષકે તેની ભારે પ્રશંસા કરવા લાગ્યા. અર્જુનની પ્રશંસા સર્વને રૂચિકર લાગી પણ તે સાંભળી ગાંધારી નિસ્તેજ થઈ ગઈ. તેણીના મુખ ઉપર શ્યામતા છવાઈ રહી. તેમ તે વાત દુર્યોધનને પણ ગમી નહિં. અર્જુનની સ્તુતિ સાંભળી દુર્યોધનના મુખમાંથી ક્રોધની શિખાએ નીકળવા લાગી. દુર્યોધનના મિત્ર કર્ણને પણ એ પ્રશંસાના વચને તીક્ષણ બાણના જેવા લાગ્યા હતા. બીજા કેટલાએક દુર્યોધનના ભાઈઓ પણ ખળભળી લાગ્યા હતા. અને કરેલા ધનુષ્યના ટંકારથી ભયભીત થયેલા તેઓ તે વખતે કાંઈ પણ કરી શકયા ન હતા. અર્જુનની અદ્દભુત કળાઓ જોઈ ગગનમાં રહેલા દેવતાઓ પણ વિસ્મય પામી ગયા હતા. ચક, પ્રાસ, ગદા, અને ખીંગ વગેરે શોની અતિ નિપુણતા અને જે બતાવી હતી, તેને ચમત્કાર સર્વના ચિત્તમાં ચિત્રિત થઈ ગયું હતું.
અને પિતાની શસ્ત્ર તથા અસ્ત્ર વિદ્યાની નિપુણતા