________________
કુમાર પરીક્ષા.
(૨૧૭) પ્રાણથી પણ પ્રિય છે. એ વીર સમગ્ર અસ્ત્રશસ્ત્રની મહાવિદ્યાનિ સાગર છે. એની કળા જોઈ તમને આશ્ચર્ય સહિત આનંદ ઉત્પન્ન થયા વિના રહેશે નહીં.” દ્રોણાચાર્ય આ પ્રમાણે બોલ્યા એટલે વીર અને પોતાની કળાઓની પરીક્ષા આપવાને ઉભે થયો. તેણે બંને બાજુ બાણેના ભાથા બાંધેલા હતા. હાથમાં પંઝા નાંખેલા હતા. શરીર ઉપર લેહમય બ
ખ્તર પહેર્યું હતું. તે મહાવીર યુદ્ધની સર્વ સામગ્રી લઈ સભા વચ્ચે આવી ઉભે રહ્યો. તે વખતે એ રણવીર ઇંદ્રના એરાવતની જેમ શોભવા લાગ્યું. તેને જોતાંજ સભાસ્થિત લેક કહેવા લાગ્યા–“ આ રાજકુમાર દ્રોણાચાર્યનો પ્રિય શિષ્ય ત્રણ ભુવનમાં તે એકજ વીર છે. તે સર્વ અસ્ત્રવેત્તાઓમાં અગ્રેસર છે. કુરૂવંશને આભૂષણ છે. ત્રણ ભુવનને રક્ષણ કરવા સમર્થ છે. તે ન્યાયને સમુદ્ર, કીતિનો ભંડાર અને ઉત્સાહનો આકર છે.” લોકના આ વચન સાંભળી સ્ત્રી સમાજમાં બેઠેલી કુંતીને હર્ષનાં આંસુ આવી ગયાં. પાંડુ, ભીષ્મ, વિદુર અને ધૃતરાષ્ટ્રના શરીર રોમાંચિત થઈ ગયા. રણવીર અજુને પિતાનું કામ શરૂ કર્યું. સ્થિરલક્ષ્ય, ચળલક્ષ્ય, સ્થલલક્ષ્ય અને લઘુલક્ષ્ય વિગેરેની ક્રિયામાં તેણે એવી પ્રવીણતા બતાવી કે, તે જોઈ સર્વ પ્રેક્ષકો સાનંદાશ્ચર્ય થઈ ગયા. અજુનના હાથથી સર્વ લક્ષ અચુક ભેદાતા જોઈ તેના સર્વ શત્રુઓના મન ભયભીત થઈ ગયા. અર્જુન પિતાની કળાઓ દર્શાવતા એવી ચપળતા કરવા લાગ્યો કે, ક્ષણમાં હસ્વ, ક્ષણમાં દીર્ઘ, ક્ષણમાં પૃથ્વી પર અને ક્ષણમાં આકાશમાં છે એમ સર્વને ભાસવા