________________
(૧૨)
જેને મહાભારત. અર્જુનના આ વચન સાંભળી દ્રોણાચાર્ય પ્રસન્ન થઈ ગયા. અને તેમણે પોતાના મનમાં નિશ્ચય કર્યો કે, “રાધાવેધન ઉપદેશ કરવા લાયક અજુન એકજ છે.” ત્યારપછી એક વખતે દ્રોણાચાર્ય સ્નાન કરવાને ગંગાના તીર ઉપર ગયા. સાથે અર્જુન વગેરે બધા રાજપુત્રને લઈ ગયા હતા. દ્રોણાચાયે જલમાં ડુબકી મારી તેવામાં એક મન્મત્ત મોટા
ડે આવી દ્રોણાચાર્યને ગુંટણની નીચેના ભાગ પકડયે. પોતે તેનાથી છુટા થવાને સમર્થ હતા, તે પણ પોતાના શિષ્યની પરીક્ષા કરવાને તેમણે પોકાર કરીને કહ્યું કે શિષ્યો મને આ જળચર પ્રાણથી છોડાવે. એવું સાંભળી તેમના બધા શિષ્ય મહામહે વિચાર કરવા લાગ્યા કે, “હવે શું કરવું? આ અગાધ જળમાં પેશી એ કૂર પ્રાણુથી ગુરૂને છોડાવવા કોણ સમર્થ થવાને છે?” એવું વિચારી કેટલાએક રાજપુત્રોએ એ જળચર પ્રાણુને મારવાને યત્ન કર્યો, પણ કાંઈ વળ્યું નહીં. બધા ઉદાસ થઈને જોવા લાગ્યા. એટલામાં વીર અર્જુન પાસે આવ્યું. તેણે અવલંબથી એક બાણ ચડાવી તાકીને ઝુંડને એવો માર્યો કે, તેના શરીરના બે ભાગ થઈ ગયા. અને તે મરણ પામે. પછી ગુરૂ તેનાથી મુક્ત - થઈને બહેર આવ્યા. અને અર્જુનની ઉપર અતિ પ્રસન્ન થયા. પછી તેમણે અર્જુનને સર્વ રીતે યોગ્ય જાણું રાધાવેધને ઉપદેશ કર્યો. તે કળા અને સારી રીતે ગ્રહણ કરી લીધી. જેમ અમૃતને લાભ થવાથી ઈંદ્ર તેજસ્વી થાય