________________
કુમાર પરીક્ષા.
(ર૧૧) દુર્યોધન ગદાયુદ્ધમાં પ્રવીણ બન્યા હતા. મહાવીર અર્જુન શસ્ત્ર અને અસ્ત્ર બંને વિદ્યાને પારગામી થયું હતું. તે ઉપરાંત રાધાવેધની સૂક્ષ્મકળા દ્રોણાચાર્યે એક અજુનને જ શીખવી હતી, કારણ તે કળા શીખવાને અર્જુન શિવાય કઈ બીજો રાજકુમાર અધિકારી દેખાયો ન હતો.
રાધાવેધની કળાને અધિકારી કોણ છે? તે જાણવાને દ્રોણાચાર્યે અર્જુનની ખરેખરી કસેટ કરી હતી. એક વખતે દ્રોણાચાર્ય સર્વ રાજકુમારોને વનમાં લઈ ગયા હતા. કોઈ અનુચરના હાથે એક તાડના ઝાડ ઉપર એક મેરપીંછ ૨ખાવી દ્રોણાચાર્ય બધા શિષ્યોને સાથે લઈ તે વૃક્ષ સમીપ ગયા હતા. પછી દ્રોણાચાર્યે સર્વ રાજપુત્રોને આજ્ઞા કરી કે, “આ ઝાડની ટોચ ઉપર રહેલ મેરપીંછને વધે” ગુરૂની આજ્ઞા થતાંજ બધા શિષ્ય એક પછી એક તેને વીંધવાને ઉદ્યાગ કરવા લાગ્યા, પરંતુ કેઈ પૂર્ણ રીતે એ પીંછને વીંધી શકયું નહીં. અને તે ઝાડ ઉપર જેવા લાગ્યા તે જોઈ ગુરૂએ કહ્યું. “રાજપુત્ર, તમે ઉપર શું જુઓ છો?” રાજપુત્ર
ત્યા–“ ઉપર મેરપીંછને જોઈએ છીએ અને નીચે આપને તથા બીજા આ બાંધવોને જોઈએ છીએ.” તેમનું આ વચન સાંભળી દ્રોણાચાર્યે વિચાર કર્યો કે, “આ રાજપુત્રમાં રાધાવેધની કળા જાણવાને કોઈ પણ અધિકારી નથી,” . પછી ગુરૂએ અર્જુનને પુછ્યું. “વત્સ અન! આ મેરપીછમાં તું શું જોઈ રહ્યો છે? અને ઉત્તર આપે-“ગુરૂજી? હું મેરપીંછને તથા તેની મધ્યના ચિહને જોઈ રહ્યો છું.”