________________
(૨૧૦).
જૈન મહાભારત. આ મંડપમાં હજારે લેકે શ્રેણીબંધ આવતા હતા. કેઈ સુંદર વેષ પહેરી કૈતુક જોવાને ઉમંગ દર્શાવતા હતા. કોઈ રાજભક્તિના ઉત્સાહમાં જાણે પિતાને ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થવાની હોય તેમ અમંદ આનંદ ધારણ કરતા હતા. વૃદ્ધ, તરૂણ અને બાળ સર્વેને સરખો ઉમંગ હતું. કેટલાએક પોતાના ગગન સુધી ઉંચા મહેલે ઉપર ચડી એ મંડપની રચના જોતા હતા. આકાશમાં દેવતાઓ પોતાના વિમાનપર બેસી એ રમણીય દેખાવ જેવાને એકઠા થતા હતા.
પ્રિય વાંચનાર ! આ પ્રસંગ ચાલતી વાર્તાના પ્રવાહમાં અતિ રમણીય છે. આ સુંદર મંડપ દ્રોણાચાર્યની આજ્ઞાથી પાંડુરાજાએ ઉભે કરાવેલ છે. તેની અંદર આજે રાજકુમારેની પરીક્ષા થવાની છે. પાંચ પાંડવો અને સો કોરોએ દ્વિણિાચાર્યની પાસે સર્વ પ્રકારની યુદ્ધવિદ્યાને અભ્યાસ પૂર્ણ કર્યો-એટલે દ્રોણાચાર્યે એ વાત પાંડુરાજાને જણાવી અને કહ્યું હતું કે, “આ રાજકુમારને મેં જે વિદ્યા શીખવી છે, તેની પરીક્ષા થવી જોઈએ.” આ પ્રમાણે દ્રોણાચાર્યના કહેવાથી હસ્તિનાપુરપતિ પાંડુએ સર્વ રાજકુમારોની જાહેર પરીક્ષા લેવાને વિચાર કર્યો હતો, અને તેથી તેણે આ સુંદર મંડપની રચના કરાવી હતી.
દ્રોણાચાર્યની યુદ્ધ પાઠશાળામાં તે રાજકુમારોએ જુદા જુદા પ્રકારની યુદ્ધકળા મેળવી હતી. અમુકત અને કરમુક્ત એવા શસ્ત્રોની કળા સર્વ કુમારે શીખ્યા હતા. ભીમ અને