________________
કુમાર પરીક્ષા
(૨૯) પ્રભાવ અને મહિમા ઇન્દ્રિઓથી અગોચર છે. ભાવના સિદ્ધિને મહાપ્રયોગ પૂર્વકાળે આર્ય પ્રજામાં પ્રવર્તતે હતે. અને તેથી આર્યપ્રજા કાયિક, વાચિક અને માનસિક બળ પ્રાપ્ત કરી જ્ઞાન, ધર્મ અને નીતિની ઉન્નતિ સંપાદન કરતી હતી. વર્તમાનકાળે તે ઉન્નતિનો અભાવ છે, તેનું કારણ ભાવની શુદ્ધિ નથી તેજ છે.
પ્રકરણ ૧૯ મું
કુમાર પરીક્ષા. તે વિવિધ પ્રકારની કારીગરીથી રમણીય અને જાતજાતના ચિત્રોથી વિચિત્ર એ એક વિશાળ મંડપ ઉભું કરવામાં આવ્યે હતો. તેની અંદર રાજકીય વસ્તુઓ ગોઠવેલી હતી. સુવર્ણમય સિંહાસનો શ્રેણીબંધ ગોઠવવામાં આવ્યા હતા. મધ્ય ભાગે એક વિશાળ ચોગાન રાખ્યું હતું. મંડપની આસપાસ જાતજાતના નિશાને ગોઠવી રાખ્યા હતા. એક તરફ વિવિધ પ્રકારના હથી આરો અને એક તરફ કસરત કરવાના સાધને મુકવામાં આવ્યા હતા. મંડપની આજુબાજુ નાના. તંબુઓ અને વાવટા ઉભા કરેલા હતા. મજબુત દરના બંધથી અને સાંકળેથી જુદી જુદી ભૂમિની મર્યાદા કરેલી હતી. - ૧૪