________________
તેજ પ્રભુને હાથે દીક્ષિત થઈ વિપકારિણી થઈ હતી અને તેણીએ પિતાના આત્માને ઉદ્ધાર કર્યો હતે. આ તેણીનું જીવન આર્ય શ્રાવિકા હેનને કેવું બંધનીય છે?
તે પછી ઓગણપચાસમા પ્રકરણમાં દ્રૌપદી હરણ અને કૃષ્ણના કાપન પ્રસંગ આવે છે. કોઈપણ પિતાના આત્માનના સ્વભાવની કે બળની ઉપહાસ્યરૂપે પરીક્ષા કરવાથી કેવું પરિણામ આવે છે એ આ પ્રસંગે ખરેખર દૃષ્ટાંત રૂપ છે. પાંડવો કૃષ્ણના બળની પરીક્ષા કરવા જતાં કણના કોપના ભોગ થઈ પડ્યા હતા. તે ઉપરથી “કાઈની ઉપહાસ્વરૂપે પરીક્ષા કરવી નહીં.' એ નીતિબંધ પ્રાપ્ત થાય છે અને એ બધાને પ્રકાશ કરનાર આ પ્રસંગ ખરેખર વિચારવા જેવો છે.
પચાસમા પ્રકરણમાં સુવર્ણમય દ્વારિકા નગરીને નાશ અને કૃષ્ણ જેવા સમર્થ વાસુદેવનું જંગલમાં પારધિને હાથે મરણએ બનાવ કર્મની અદ્ભુત શક્તિને પ્રદશિત કરે છે. અને તે ઉપરથી કર્મની શક્તિ જોઈ કોઈએ અભિમાન કે ગુમાન રાખવું ન જોઈએ.’ એ પ્રબોધ ગ્રહણ કરવા યોગ્ય છે. સુવર્ણમય દ્વારિકા નગરીને દાહ અને સમર્થ મહાવીર કૃષ્ણને જંગલમાં કાલ-એ ઉદયાસ્તના પ્રભાવનું દર્શન આ પ્રસંગે સારી રીતે થાય છે અને તે જનસમાજને ઉત્તમ બોધ આપે છે.
છેવટના એકાવન અને બાવનમાં પ્રકરણમાં ધર્મઘોષ મુનિનો સમાગમ, તેમણે આપેલે પાંડને પ્રતિબોધ અને પાંડવોનું નિર્વાણ એવા બેધનીય પ્રસંગે આવે છે. મહા મુનિ ધર્મષે બળભદ્રને વૃતાંત કહી પાંડવોના હૃદયમાં પ્રતિબંધને પ્રવાહ રેડ્યો હતો. તે મહાનુભાવે પશ્ચિમવયમાં આવેલા પાંડવોને જે વચને કહ્યાં હતાં, તે દરેક સંસારસાગરના કાંઠા ઉપર આવેલા વૃદ્ધોને વિચારીને મનન કરવા યોગ્ય છે. મહાત્મા ધર્મઘોષે પાંડેને જણાવ્યું હતું કે, “હવે તમારે તમારા બંધ