________________
૨૦ બળભદ્રને અનુસરવું જોઈએ. રામ અને કૃષ્ણ સ્વીકારેલા માર્ગને અનુસરી તમે તમારું પશ્ચિમ જીવન સાર્થક કરો. તમે યુદ્ધ કરી શત્રએ સંહાર કરી રાજ્ય મેળવ્યું અને રાજ્યના નિરૂપમ સુખને ઉપભોગ કર્યો. હવે તમારે આ સંસારમાં ઉપભોગ કરવા યોગ્ય કઈ પણ વસ્તુ અવશેષ રહી નથી. કેવળ તમારે અત સુખ ભોગવવાનું રહેલું છે. માટે હવે ત્વરા કરો. વૃથા કાલક્ષેપ કરવો યોગ્ય નથી. કારણ કે, કાળને વિશ્વાસ કરે નહીં. તે તમને અચાનક આવી આક્રાંત કરી લેશે. કૃષ્ણ જેવા સમર્થ પુરૂષને પણ તેણે અચાનક પકડ્યા હતા.” આ ઉપદેશ વચનો સાંભળી પાંડ
ના હૃદયમાં જે ભાવના પ્રગટ થઈ હતી, તે ભાવનાનું દર્શન તે સ્થળે સારી રીતે પ્રકાશિત કરવામાં આવ્યું છે. તે પછી પાંડના નિર્વાણનું વર્ણન વાચકોને શાંતરસના પ્રવાહમાં મગ્ન કરે છે. અને ત્યાં આ પ્રબોધક ગ્રંથ પરિપૂર્ણ થાય છે. - ભારતવર્ષના યુદ્ધવીર અને ધર્મવીર પ્રતાપી પાંડેના ચરિત્રથી ગ્રંથિત થયેલે આ ગ્રંથ સર્વ જૈન પ્રજાને આઘંત વાંચવા ગ્ય છે. ગ્રંથના વિવિધ પ્રસંગેમાંથી વ્યવહાર કુશલતા, વિનયાદિક ગુણ, ચાતુર્ય, ધર્મ અને નીતિના ત મેળવી શકાય છે. ધર્મ તથા નીતિબેધથી ભરપૂર અને વીરરસનું તાદશ્ય ચિત્ર આપનારા આ ગ્રંથમાં પ્રાચીન અને અર્વાચીન વિચારોની તુલના કરી તેમનું હે પાદેય રૂપે સારી રીતે સમર્થન કર્યું છે. દરેક પ્રસંગને રસિક બનાવવા પ્રયત્ન કર્યો છે. અને વાચકેના હૃદયપટ ઉપર સદ્દગુણના સંસ્કાર મુદ્રિત થઈ રહે તેવી જના કરવામાં આવી છે.
લીપ્રકાશક,