________________
૧૮
નહિ. તેની સમ્પ્રવૃત્તિઓ યુધિષ્ઠિરને મુખ્ય વિજય આપી ભારતવર્ષની રાજધાની ઉપર આરૂઢ કર્યો અને તેની ધર્મકીર્તિને ચંદ્રિકાની જેમ દશે દિશામાં પ્રકાશિત કરી હતી. તે પછી બેંતાળીશમાં પ્રકરણમાં રાજર્ષિ ભીષ્મના ચરિત્રને છેલ્લે પ્રકાશ આવે છે. મહાત્મા ભીષ્મપિતામહના જીવન ઉપરથી ઘણું શિક્ષણ મેળવી શકાય છે. તે સર્વમાં તેનું વાવાજીવિત બ્રહ્મચર્ય પુરૂષજીવનની ઉત્તમતાની પરાકાષ્ટા સૂચવે છે. મહાનુભાવ ભીષ્મપિતામહે પોતાના વીર જીવનને દીપાવી ધાર્મિક જીવનની ઉન્નતિ કેવી રીતે કરી છે, તે દરેક ભવિ મનુષ્ય મનન કરવા જેવી છે. આ લેક અને પરલકા ભયને પણ ભય આપનાર ભીષ્મના જીવનની ભાવના ભાવવાથી ભવી આત્માને તેના ભવિજીવનની ઉન્નતિને માર્ગ સુગમતાથી પ્રાપ્ત થાય છે. તેના જીવનમાંથી સત્ય, દઢતા, ટેક, સાહસ, હિંમત અને બૈર્ય વિગેરે ઘણું ઉત્તમ ગુણે દર્શન આપે છે. તે સાથે પાલણપોષણના મહાન ઉપકારને માન આપવાનો ઉત્તમ ગુણ ભીષ્મના જીવનનું ઉદય શિખર છે. ભીષ્મને પાંડવો અતિપ્રિય હતા, તે છતાં પિતે જેનું અન્ન ખાય છે, એવા દુર્યોધનની તેણે તન, મન અને ધનથી શુદ્ધ રીતે સહાય કરી હતી. એ તેની કૃતજ્ઞતાને મહાન ગુણ સ્થળે સર્વને શિક્ષણીય છે.
તે પછી સુડતાળીશ અને અડતાલીશમા પ્રકરણમાં શ્રીનેમિ પ્રભુના નિર્મળ ચરિત્રનું ખ્યાન આપેલું છે, જેમાંથી સતી રાજીમતિનું ચારિત્ર વાંચનારી બહેનને બેધદાયક છે. મહાન રાજકુળમાં ઉછરેલી રાજિમતિ પિતાના નિર્ધારિત પતિ નેમિકુમારની સાથે વિવાહિત થવાની ઈચ્છા રાખી રહેલી, પણ કર્મવેગે એ લાભમાં અંતરાય આવે, તો પણ એ સતીએ વિષય ભોગને માટે બીજા પતિની સાથે વિવાહિત થવા ઇશ કરી નહિ અને માત્ર મન અને વચનથી વરેલા એ પતિને ભજી આ અસાર સંસારનો ત્યાગ કરવા તે તત્પર થઈ હતી. આખરે તે મહાસતી