________________
(૧૨૮)
જૈન મહાભારત. પણ જ્યારે દેવકીના ગર્ભમાં આવ્યું ત્યારે દેવકીએ સાત મોટા સ્વપ્રો જોયાં હતાં. તેણુએ જ્યારે એ સાત સ્વમાની. વાત પિતાના પતિ વસુદેવને કહી, ત્યારે વિદ્વાન વસુદેવે ઉત્સાહથી દેવકીને કહ્યું હતું કે, “આ સ્વમા ઉપરથી જણાય છે કે, તારે આ ગર્ભ ભરતાને માટે રાજા થશે.” પતિનિાં આવાં વચને સાંભળી દેવકીને ભારે ખેદ થયો. કારણકે પિતાને કૂર બ્રાતા કંસ આવા ઉત્તમ ગર્ભને પણ નાશ કરશે. આથી ત્રાસ પામતી દેવકીએ પોતાના પતિ વસુદેવને આજીજી કરી વિનંતી કરી કે, “પ્રાણનાથ! કેઈ પણ યુક્તિથી મારા આ પ્રભાવિક ગર્ભનું રક્ષણ કરે.” તે વખતે વસુદેવે પિતાની પ્રિયાને કહ્યું હતું કે, “પ્રાણેશ્વરી ! તું નિશ્ચિત રહે. આ તારા સાતમા ગર્ભનું કેસરૂપ રાક્ષસથી હું રક્ષણ કરીશ. અહિંથી ત્રણકેશ ઉપર ગોકુળ ગામ છે. તે ગામને રાજા નંદ મારે પરમ મિત્ર છે. અમારા બન્નેમાં કાંઈ પણ ભેદ નથી. તેને યશેદા નામે એક સદ્ગણ રાણું છે. માટે આ ગર્ભમાંથી થયેલા પુત્રને હું તેની પાસે લઈ જઈને એનું રક્ષણ કરાવીશ.” પતિનાં આવાં આશ્વાસન ભરેલાં વચન સાંભળી દેવકીએ પિતાના સાતમા ગર્ભની સારી રીતે સંભાળ કરી હતી. નવ માસ પૂર્ણ થયા પછી શ્રાવણ માસની કૃષ્ણ અષ્ટમીને દિવસે દેવકીએ પુત્રને જન્મ આપે. એ પુત્ર ઘણે તેજસ્વી દેખાયું હતું, તેનું વક્ષસ્થળ શ્રીવત્સના ચિન્હથી અંકિત હતું. તેના શરીર ઉપર બીજા પણ એવા શુભ ચિન્હા હતા કે જે તેના અર્ધચક્રવતી પણાને સૂચવતા હતા.