________________
કૃષ્ણ અને કંસ.
(૧૨૯) આ વખતે કંસના રક્ષપાળે દેવકીના સૂતિકાગ્રહની રક્ષા કરતા હતા. તે બધા ભરતા પતિના પૂર્વભવના મિત્રો જે દેવતાઓ હતા, તેના પ્રભાવથી નિદ્રાધીન થઈ ગયા હતા. તે વખતે દેવકીએ પોતાના પતિ વસુદેવને જાગ્રત કરી પુત્ર આપે. તેને લઈ વસુદેવ ગેકુળ તરફ ચાલતો થયો. તે સમચે સર્વ દિશાઓ તેજોમય દીસવા લાગી. દેવતાઓએ તે બાળક ઉપર પુષ્પની વૃષ્ટિ કરી અને છત્ર ચામર ધારણ કર્યો. વસુદેવ એ પ્રભાવિક પુત્રને લઈ દરવાજા પાસે આવ્યા, ત્યાં પાંજરામાં પૂરેલા ઉગ્રસેને વસુદેવને છે. તેણે પૂછયું, “ભદ્ર! નેત્રને સુખ આપનારું આ શું છે ? તે મને કૃપા કરી કહે.” વસુદેવે મંદહાસ્ય કરતાં કહ્યું, “બંધુ ! આ બાળક તને કેદખાનામાંથી મુક્ત કરનારો છે.” તે સાંભળી અંતરમાં આ નંદ પામેલા ઉગ્રસેને કહ્યું, ભાઈ! હું તમારે માટે ઉપકાર માનું છું. મારા જેવામાં એવું અદ્ભુત આવ્યું છે કે, આજથી, હું કેદખાનામાંથી છુટયે એ મને નિશ્ચય થઈ ગયે છે. આ પ્રમાણે ઉગ્રસેનને ધીરજ આપી વસુદેવ ત્યાંથી આગળ ચાલ્યું, ત્યાં પાણીના પૂરથી પરિપૂર્ણ એવી યમુના નદી તેના જેવામાં આવી, પણ પુત્રના પ્રભાવથી વસુદેવ નિ:શંક થઈ યમુના નદી ઉતરી ગયો હતે. અને તે પછી તે આ વખતે ગેકુળમાં આવી પહોંચ્યું હતું.
ગોકુળપતિ નંદ આનંદથી પિતાના મિત્ર વસુદેવને બાળક લઈ ઘરમાં યશદાને આપવા જતા હતા, ત્યાં ખબર મળી કે,