________________
કંસ અને જીવયશા,
( ૧૨૩ )
પછી અનુક્રમે દેવકીને પ્રજા થવા લાગી અને તે પ્રજા વસુદેવ ક ંસને આપવા લાગ્યા. નિર્દય કસે તે બધાના નાશ કરી દીધો. દેવકીના છ સંતાનના નાશ કર્યા ત્યાંસુધી વસુદેવ તથા દેવકીને એ વાતની ખબર પડી નહિ. કારણકે તેઓને કસ કહેતા હતા કે, એ ખળકાને મારા અંત:પુરમાં લઇ જઇ હું તેમનુ પાલન પાષણ કરૂં છું. પરંતુ મથુરામાંની પ્રજામાં એવી વાત પ્રસરી કે કસે દેવકીના છ ગભેના નાશ કર્યો. એ વાત ચાલતી ચાલતી વસુદેવ તથા દેવકીના કાને આવી, તેથી તેમના હૃદયમાં અત્યંત દુઃખ થઇ આવ્યું અને પછી તેમણે હવેથી જે પ્રજા થાય તેને ગુપ્ત રીતે રાખવી, એવા નિશ્ચય કર્યો.
ક્રૂરક કસ પોતાના ભાણેજોના નાશ કરવાથી મથુરાની પ્રજામાં ઘણા વગેાવાતા હતા, લેાકેા તેને હૃદયથી અતિશય ધિક્કારતા હતા. પચેંદ્રિય મનુષ્ય પ્રાણીના વધ કરવાથી કસ નિસ્તેજ થઇ ગયા હતા. તેના મસ્તકપર કાળચક્ર ભમતું હતું. બાળહત્યાના ઘાર પાપે તેને ઘેરી લીધે હતા. તેની ઉન્મત સ્રી જીવયશા પણ તેવીજ પાપબુદ્ધિ ધારણ કરનારી હતી. એ ક્રૂર હૃદયના રાજદંપતીથી મથુરાની પ્રજામાં હાહાકાર વત્તોઇ રહ્યો હતા. દરેક શેરીએ અને મંદિરે કંસના કરક નીજ વાત્તો થતી હતી. કેટલાએક વૃદ્ધ અને વિદ્વાન લેાકેા કહેતા હતા કે, અલ્પ સમયમાં કંસ કાળને આધીન થશે. ’