________________
જૈન મહાભારત,
( ૧૨૪ )
સદ્ગુદ્ધિ વસુદેવ અને દેવકી હવે પછીના પાતાના ગ ની રક્ષા કરવા માટે અનેક પ્રકારની ચેાજના કરતા હતા. દેવકીની મેનેવૃત્તિ કંસના ક્રૂરક થી ભયભીત થતી હતી અને સદા તેને માટે ચિંતાતુર રહેતી હતી.
કુબુદ્ધિ કસે પેાતાના સ્વાર્થને માટે નિર્દોષ ભાણેજોના પ્રાણના નાશ કર્યા હતા; તથાપિ તેના આતુર હૃદયમાં કાળના ભય લાગતા હતા. તેને ઘણીવાર કુવમો આવતાં અને તેથી તે ભયભીત થઇ જાગી ઉઠતા હતા. કોઇવાર તે ભાન વગરના થઇ યદ્વાતઢા એલતા અને પોતે કરેલા ઘાર પાપના પશ્ચાત્તાપ કરતા હતા. ઘણીવાર તે પાતાની રાણી જીવયશાની ઉપર ક્રોધાતુર થતા અને તેને મારવા ધસી આવતા હતા. કાઈ ફાઈ વાર તે મને પાપી દંપતીની વચ્ચે મહાન કલહુ ઉત્પન્ન થતા અને છેવટે માંડ માંડ તેનું સમાધાન થતુ હતુ. મથુરાની સર્વ પ્રજા કંસરાજા તરફે અનાદર દર્શાવતી અને તેના નિંદનીય આચરણને વારંવાર ધિક્કારતી હતી.
પ્રિય વાંચનાર! આ પાપી કસના ચરિત્ર ઉપરથી તારે ઘણું શીખવાનું છે. દરેક મનુષ્યમાં સુમતિ અને કુમતિ અને પ્રગટ થાય છે. શાસ્ત્ર અને સત્સંગને સેવન કરનાર મનુષ્ય સદા સુમતિના ધારક અને કુમતિ નિવારક થાય છે. જ્યાં સુધી એ ઉત્તમ સંગની સેવા કરનારી રહે છે, ત્યાંસુધી તેનામાં સદા સુમતિ સ્થિર રહે છે અને જ્યારે તે કુસ ંગીના સંગી બને છે, ત્યારે તેનામાં કુમતિ ઉત્પન્ન થાય છે. જ્યાંસુધી