________________
જૈન મહાભારત.
( ૧૨૨ )
,,
દીયરજી ! તમારી વ્હેન દેવકીના લગ્નના ઉત્સવ ચાલે છે, તેથી ચાલેા આપણે સાથે નૃત્ય કરીયે. ”એમ કહી તે ઉન્મત્ત અબળા અઈમત મુનિને ગળામાં હાથ નાંખી વળગી પડી. તેણીના આવા દુરાચારથી મુનિને ક્રોધ ચઢયો અને તેણે કહ્યુ, “ અરે નિજ દુરાચારી સ્ત્રી ! દૂર રહે. મને છેડી દે. જેના વિવાહના સમારંભમાં તું ઉન્મત્ત થઇ નાચવા કુદવાની ચાહના કરે છે, તેણીના સાતમા ગર્ભ તારા પતિને ઘાત કરશે. ” મુનિના આ વચન સાંભળી તેણીએ તેનું ગળુ મુકી દીધું. પછી તે મુનિ ભિક્ષા લીધા વિના એમને એમ ચાલ્યા ગયા. અને તે મુનિનાં વચન સાંભળવાની અસરથી જીવયશાના મદ ઉતરી ગયા. રાણી જીવયશાએ આ વાત પોતાના પતિ કંસને કહી, તેથી ક ંસને દુ:ખ ઉત્પન્ન થયું. પેાતાના મૃત્યુની વાત સાંભળી કાને દુ:ખ ન થાય ? પછી છળભેદને જાણનારા કંસે ખીજે દિવસે વસુદેવને એકાંતમાં એલાવીને કહ્યું, હે ઉપકારી મિત્ર, હું તમારી પાસે એક માગણી કરૂ છું કે, ‘ મારી વ્હેન દેવકીના સાતગ મને આપજો. જેમનું હું પાલનપેાષણ કરીશ.' નિષ્કપટ હૃદયના વસુદેવે તે વાત પેાતાની સ્ત્રી દેવકીને કહી, “ પ્રિયે! આપણને મળભદ્ર વિગેરે ખીજા ઘણાં પુત્રા છે, તારા ઉદરથી થયેલા સાતગભ તારા ભાઇને આપવામાં કાંઈ હરકત નથી. કસ પેાતાના ભાણેજોનુ સારી રીતે પાલનપેાષણ કરશે. ” પતિભક્તા દેવકીએ પતિના વચનને માન આપી તે વાત કબુલ કરી.