________________
કંસ અને જીવયશા.
( ૧૧ )
સમુદ્રવિજયે.માટા આડ બરથી તેમના પ્રવેશેાત્સવ કર્યો હતા.” હે મથુરાધિપતિ કંસરાજા! આ પ્રમાણે તમારા પાળક અને પોષક ઉપકારી વસુદેવના વૃત્તાંત બન્યા છે, તે આપને વિદિત કરવાને હું આવ્યો છું.
ફ્તના મુખથી આ વૃત્તાંત સાંભળી કંસ હૃદયમાં હ પામ્યા અને પછી તરતજ તે વસુદેવને મળવાને તૈયાર થયા. મથુરાપતિ કેસ રાજગૃહનગરમાં આવી વસુદેવને મળ્યા અને ત્યાં કેટલાક દિવસ રહી રાજા સમુદ્રવિજયની આજ્ઞા મેળવી વસુદેવને પેાતાની રાજધાની મથુરામાં લાવ્યા અને મેટા આડંબરથી તેના પ્રવેશેાત્સવ કર્યો. કંસને પેાતાના કાકા દેવકરાજાની પુત્રી દેવકી નામે હતી, તેની સાથે ત્યાં વસુદેવને વિવાહ કર્યા અને તે પ્રસ ંગે મથુરાનગરીમાં મેોટી ધામધુમ કરવામાં આવી.
6
કંસની સ્ત્રી જીવયશા કે જે મદિરાપાન કરવામાં મશગુલ હતી. તે એક વખતે પેાતાના મહેલમાં બેઠી હતી, ત્યાં કાઇ દાસીએ આવી ખબર આપ્યા કે, કોઈ પવિત્ર મુનિ ગોચરીએ આવ્યા છે. ’ ઉન્મત્ત જીવયશા તત્કાળ તે મુનિની પાસે આવી, ત્યાં તેણે તે મુનિને ઓળખી લીધા. તે મુનિ કંસના ભાઇ અઇમતા હતા. તે વૈરાગ્યથી દીક્ષા લઈ ચાલી નીકળ્યા હતા. ઉન્મત્ત જીવયશા મદ્યપાન કરી કેશ છુટા સુકી અને પેાતાની નાભિ તથા સ્તનમ`ડળને દર્શાવતી મુનિની પાસે ઉભી રહી. તેણીએ મદનવિકાર પ્રગટ કરી કહ્યું, “ પ્રિય