________________
(૧૦૦)
જૈન મહાભારત. ડ્યો. તેના નેત્રમાંથી નીકળતાં આનંદાશ્રના પ્રવાહથી તેણું બંધુના ચરણકમળને સિંચન કરવા લાગ્યો. રાજા સમુદ્રવિજ્ય તેને બેઠે કરી ભેટી પડ્યો. તેણે ગદગદ કંઠે કહ્યું, “વત્સ! આટલા દિવસ તું કયાં રહ્યો હતે?” વસુદેવે કહ્યું “વડિલ બંધુ! આપની કૃપાથી હું મારે વેષ બદલી છુપી રીતે સ્વ
છંદપણે પૃથિવીમાં જ્યાં ત્યાં ફરતે હો .” આ પ્રમાણે બંને ભાઈઓને મેળાપ જેઈ, રાજા રૂધિરના જાણવામાં આ
વ્યું કે, આ મૃદંગી ગાંધર્વ નથી, પણ રાજા સમુદ્રવિજયને નાને ભાઈ છે, તેથી તેના હૃદયમાં અતિશય આનંદ ઉત્પન્ન થઈ આવ્યું. આ વખતે રાજકુમારી રોહિણીને જે આનંદ થયું હતું, તે અવર્ણનીય હતે. પછી ચંદ્ર અને રોહિણીના વિવાહની જેમ વસુદેવ તથા રહિણીને વિવાહ થયો. ચંદ્રની જેમ રેશહિણીની પ્રાપ્તિથી વસુદેવને અત્યંત હર્ષ ઉત્પન્ન થયે. પછી રાજા સમુદ્રવિજયે વસુદેવને પોતાની નગરીમાં આવવાને કહ્યું, એટલે વસુદેવે જણાવ્યું કે, “જયેષ્ઠ બંધુ! હાલ મારાથી આપણા નગરમાં આવી શકાય તેમ નથી. કારણ કે, લાંબે વખત દેશાટન કરતાં મને બીજી ઘણી સ્ત્રીઓ પ્રાપ્ત થઈ છે. જેમાં રાજકન્યાઓ, ગાંધર્વ કન્યાઓ અને વિદ્યાધની કન્યાઓ ઘણું છે. તે બધીને સાથે તેડી હું રાજધાનીમાં આવીશ.” આ પ્રમાણે કહી વસુદેવ ઉત્તર દિશા તરફ ગયા અને રાજા સમુદ્રવિજય પોતાના પરિવાર સાથે સ્વરાજધાનીમાં આવ્યા. પછી કેટલેક દિવસે વસુદેવ મણિજડિત્ર વિમાનમાં બેસી આકાશમાગે પિતાની રાજધાનીમાં આવ્યા. રાજા