________________
કંસ અને છવયશા.
(૧૧૯) નાથી ડર્યો નહિ. અને પોતે યુદ્ધ કરવા તત્પર થયે. પેલા મૃદંગીએ વિચાર્યું કે, ઘણુઓની સાથે યુદ્ધ કરતાં આ એકલા રૂધિરરાજાને પરાભવ થશે. એવું વિચારી મૃદંગી પણ યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા. તે વખતે આકાશમાં રહેલા વિદ્યાધરે એ મૃદંગીને બેસવાને એક રથ આપે. તે રથમાં બેસી મૃદંગીએ વિદ્યાધરેએ આપેલ દિવ્ય શસ્ત્રો લઈ એવું તે યુદ્ધ કર્યું કે, જેમ સૂર્યના પ્રકાશથી તારાઓ નિસ્તેજ થઈ જાય, તેમ બધા રાજાએ નિસ્તેજ થઈ ગયા. પછી જરાસંઘની આજ્ઞાથી રાજા સમુદ્રવિજયે ગાંધર્વને પરાભવ કરવા યુદ્ધ કરવા માંડયું, છેવટે મૃદંગી ગાંધર્વના પરાક્રમથી રાજાઓનું સૈન્ય હઠી ગયું અને રાજા સમુદ્રવિજય પણ, ક્ષેભ પામી ગયે. આ એક મૃદંગી ગાંધર્વ છતાં ક્ષત્રિયના જેવું બળ ધારણ કરે છે, એમ હદયમાં વિસ્મય પામેલા સમુદ્રવિજયે કેધ કરી પોતાના ધનુષ્ય ઉપર બાણ ચડાવ્યું. તેવામાં તે મૃદંગીનું બાણ આવી સમુદ્રવિજયના પગમાં પડયું, તેની અંદર આ પ્રમાણે અક્ષરે લખેલા હતા.
જેણે પિતાનું શરીર ચિતામાં બાળી નાંખ્યું એવું કપટ દર્શાવી જે તમારા નગરમાંથી નાશી ગયે, તેજ વસુદેવ તમારા ચરણકમળને વંદના કરે છે.” આ અક્ષરો વાંચતાંજ સમુદ્રવિજય સાનંદાશ્ચર્ય થઈ ગયા અને તરત તેના નેત્રોમાં આનંદાશ્ર ભરાઈ આવ્યાં. તે રથમાંથી ઉતરી મૃદંગીની પાસે આવ્યો. એટલે વસુદેવ રોમાંચિત શરીરે પિતાનું પ્રથમનું રૂપ ધારણ કરી મેટા ભાઈને પગમાં ૫